________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
૧૫૨ ]
* શ્રોતા:- ઘણા વખતથી તત્ત્વનો અભ્યાસ કરવા છતાં આત્મા પ્રાપ્ત કેમ થતો નથી?
પૂજ્ય ગુરુદેવઃ- આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે, એના અતીન્દ્રિય આનંદની તાલાવેલી જાગે, આત્મા સિવાય બીજે કયાંય મીઠાશ લાગે નહિ, બીજે કય ય રસ પડે નહિ, જગતના પદાર્થોનો રસ ફીક્કો લાગે, સંસારના રાગનો રસ ઊડી જાય, અહો! જેના આટલા આટલા વખાણ થાય છે એ આત્મા અનંતાનંત ગુણોનો પુંજ પ્રભુ છે કોણ? એમ આશ્ચર્ય થાય, એની લગની લાગે, એની ધૂન ચડે એને આત્મા મળે જ, ન મળે એમ બને જ નહિ. જેટલું કારણ આપે એટલું કાર્ય આવે. કારણ આપ્યા વિના કાર્ય આવતું નથી. કારણની કચાશના લઈને કાર્ય આવતું નથી. આત્માના આનંદ સ્વરૂપની અંદરથી ખરેખરી લગની લાગે, તાલાવેલી લાગે, સ્વપ્નમાં પણ એનું એ જ રહે, તેને આત્મા પ્રાપ્ત થાય જ. ૬૫૭.
* એક સમયની જ્ઞાનપર્યાય અનંતા દ્રવ્યોને જાણે, અંત રહિત અનંત ક્ષેત્રને જાણે, અંત રહિત અનંત કાળને જાણે, અંત રહિત અનંત અનંત ગુણોને જાણે એ પર્યાયની તાકાત કેટલી ? એ પર્યાયનું સામર્થ્ય કેટલું ? એની વિસ્મયતા લાગે તો વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ થાય જ. આહાહા! દ્રવ્યનો સ્વભાવ અલૌકિક, ક્ષેત્રનો સ્વભાવ અલૌકિક, કાળસ્વભાવ અલૌકિક, ભાવસ્વભાવ અલૌકિક. વસ્તુ આવા અલૌકિક સ્વભાવવાળી જ છે. વસ્તુનો સ્વભાવ વિસ્મયકારી છે. તે એક સમયની સર્વજ્ઞ પર્યાયમાં આવી જાય છે તે વિસ્મયતા છે. જાણ્યું એવું વાણીમાં આવ્યું એ વિસ્મયતા છે. આવી પોતાની પ્રભુતાનો સ્વીકાર થાય તેને અજ્ઞાન ને રાગ-દ્વેષ રહે તેમ બને જ નહિ. ૬૫૮.
* આત્માર્થી હઠ ન કરે કે મારે ઝટ ઝટ મારું કામ કરવું છે. સ્વભાવમાં ઠ કામ ન આવે. માર્ગ સહજ છે. હઠથી, ઉતાવળથી, અધીરજથી માર્ગ હાથ આવતો નથી. સહજ માર્ગને પહોંચવા માટે ધીરજ ને વિવેક જોઈએ. ઋષભદેવ ભગવાન જેવાને ૮૩ લાખ પૂર્વ સુધી ચારિત્રદશા ન હતી અને ભરત ચક્રી જેવાને પણ ૭૭ લાખ પૂર્વ રાજ્યપદ ને ૬ લાખ પૂર્વ ચક્રીપદ હતા. એ જાણતા હતા કે અંદર સ્વરૂપમાં ડુબકીરૂપ એકાગ્રતાના ચારિત્રનો પુરુષાર્થ નથી તેથી હઠ કરતા ન હતા. કેટલાકને એમ થાય કે સમ્યગ્દર્શન થયું પણ ચારિત્ર લે નહિ તો શું કામનું? પણ ભાઈ ! અંદર સ્વભાવમાં હઠ કામ ન આવે, સહજ પુરુષાર્થથી અંદર જવાય છે. આ વાત સમજવા જેવી છે. ૬૫૯.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com