________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૦]
| [ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર છે એવું શુદ્ધ ચૈતન્યદ્રવ્ય જ સાધકનું ધ્યેય છે. તેના આશ્રયે જ મોક્ષમાર્ગની શુદ્ધ પર્યાય પ્રગટે છે અને તેનાથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. ૪૨૪.
* જ્ઞાયકભાવ તો જ્ઞાયક છે. દ્રવ્યસ્વભાવ તો કાયમ જ્ઞાયક જ છે, તે કદી શુભાશુભ ભાવરૂપે થયો નથી. પર્યાયમાં અશુદ્ધતા છે પણ દ્રવ્યદૃષ્ટિથી જોતાં અશુદ્ધતા ગૌણ છે. ત્રિકાળી દ્રવ્યસ્વભાવથી જોતાં અશુદ્ધતા તેનામાં નથી; તેથી પર્યાયની અશુદ્ધતા ગૌણ થઈ જાય છે. દ્રવ્ય તો ત્રિકાળી શુદ્ધ છે જ, પણ દ્રવ્યદૃષ્ટિમાં પણ અશુદ્ધતા નથી. અહીં અશુદ્ધ પર્યાયની વાત છે. શુદ્ધ પર્યાય દ્રવ્યમાં નથી તેમ અહીં નથી કહેવું, કારણ કે દ્રવ્યનો આશ્રય કરનાર શુદ્ધ પર્યાય છે. દ્રવ્યદૃષ્ટિ તે પણ શુદ્ધ પર્યાય છે. ૪૨૫.
| * ભગવાન કહે છે કે પ્રભુ! તું જ્ઞાનસ્વરૂપ છો ને! તો તું પરની કોઈ ક્રિયા કરે કે પરની કોઈ ક્રિયા ભોગવે એવું તારું સ્વરૂપ જ નથી; તું તો યોનો જ્ઞાતાદટા જ્ઞાનસ્વરૂપ જ છો. પરની, દેહની, કુટુંબની ક્રિયાને પોતે કરે છે એમ જે માને છે, દયા-દાનાદિ ભાવોને પોતે કરે છે તેમ જે માને છે તથા સ્ત્રી-પુત્રાદિને કે રાગને પોતે વેદે છે એમ જે માને છે, તેણે આત્માના જ્ઞાનસ્વભાવને જાણ્યો નથી, માન્યો નથી. જે જીવ પરની દયા પાળુ છું એમ માને છે તે મિથ્યાદષ્ટિ મૂઢ છે, કારણ કે જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા શેયને પર તરીકે જાણવાવાળો છે તેના બદલે જ્ઞયોનો પોતે કર્તા-ભોક્તા બને છે તેમ માને છે, તે મિથ્યાત્વ છે. ૪૨૬.
* સમયસારની ૪૯મી ગાથાની ટીકામાં “અવ્યક્ત” ના પાંચમા બોલમાં કહ્યું છે: વ્યક્તપણું અને અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે (આત્મા) અવ્યક્ત છે. વ્યક્તિ નામ પર્યાય, અવ્યક્ત નામ દ્રવ્ય, બને ભેળાં મિશ્રિતરૂપે જાણવામાં આવે છે તોપણ અવ્યક્ત ધ્રુવ ટંકોત્કીર્ણ જીવ વ્યક્તપણાને-પર્યાયને સ્પર્શતો નથી, ત્રિકાળી ધ્રુવ અંશ વર્તમાન ક્ષણિક પર્યાયાંશરૂપ થઈ જતો નથી. માટે ધ્રુવ દ્રવ્ય અને પલટતી પર્યાય બન્ને ભિન્ન છે. જ્યાં પર્યાયમાત્ર ધ્રુવ તત્ત્વથી ભિન્ન છે ત્યાં રાગાદિ વિભાવની વાત તો ક્યાંય રહી ગઈ. તે તો જુદો છે જ. માટે અહીં કહે છે કે વ્યવહાર-શ્રદ્ધાના કે મંદ-કષાયના પરિણામથી નિશ્ચય ધ્રુવ તત્ત્વની પ્રાપ્તિ થશે એ દષ્ટિ જ વિપરીત છે. બાપુ! શું થાય? ભાઈ ! તને એ માન્યતામાં નુકસાન છે. તું હોંશ કરીને જગતને બતાવે છે કેઅમે નિશ્ચય અને વ્યવહાર બન્નેને માનીએ છીએ, બન્નેથી લાભ થાય તે અનેકાંત છે. ભાઈ ! તે સાચું અનેકાંત નથી, અનેકાંતાભાસ છે, એકાંત છે. સ્વભાવના આશ્રયે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com