________________
| [ ૯૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
ત્યાં દષ્ટિ કરીને તને જાણ તો તને સુખ થશે. પર તરફના વલણવાળા જ્ઞાનથી દુઃખ થશે કેમ કે તે પરના લક્ષે થાય છે. સ્વપ્રકાશક જ્ઞાન થયા પછી જ્ઞાન પરને જાણે તો તે દુ:ખરૂપ નથી, કેમ કે એ તો પોતાની પર્યાય છે તે પરના લીધે પરપ્રકાશક નથી. જેને સ્વસત્તાનું અવલંબન આવ્યું છે તેને પરપ્રકાશકશાન એ પોતાના જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે એમ જાણે છે તેથી તેને તે દુઃખરૂપ નથી. ૪૨૦.
* ભગવાન જ્ઞાનસ્વરૂપ છે તે પોતાને જાણે છે ને રાગાદિને સ્પર્યા વિના રાગાદિના જ્ઞાનને પ્રકાશે છે-એમ પોતાની સ્વ-પરપ્રકાશકરૂપ દ્વિરૂપતાને પ્રકાશે છે, રાગાદિને પ્રકાશતા નથી. તોપણ આત્મા અને રાગની એકસાથે ઊપજવારૂપ અત્યંત નિકટતાને લીધે અનાદિથી અજ્ઞાનીને તેઓ વચ્ચે ભેદ નહીં દેખાવાથી આત્મા અને રાગમાં એકપણાનો ભ્રમ થઈ રહ્યો છે પરંતુ તે ભ્રમ આત્મા અને બંધના નિયત સ્વલક્ષણો જાણીને પ્રજ્ઞા વડે જરૂર છેદી શકાય છે. ૪૨૧.
* બિહારમાં એક લગ્ન મંડપમાં વર-વધુ લગ્ન-વિધિમાં મંત્ર જપતા હતા ને એકદમ વરને હાર્ટફેઈલ થતાં દેહ છૂટી ગયો. આહાહા ! એ કુટુંબ ભેગું થયું હશે ને લગ્નનો કેટલો હરખ.. હરખ... ચાલતો હશે ! ને ક્ષણમાં વરનો દેહ છૂટતાં હાહાકાર થઈ ગયો ! આહાહા ! ક્ષણભંગુર દેહનો શો ભરોસો?
શ્રોતા:- હજારો વરરાજાના લગ્ન થાય છે તેમાં આવો પ્રસંગ તો કોઈકને જ બને ને ?
પૂજ્ય ગુરુદેવ – અરે! આવા મરણપ્રસંગ અનંતવાર કર્યા છે. આવું મરણ બીજાને થયું છે તેમ ન સમજવું પણ આવા કુમરણો અનંતકાળમાં અનંતવાર પોતાને પણ થઈ ગયા છે એમ જાણીને ક્ષણભંગુર દેહનું શરણ છોડી પોતાનું શરણ લઈ મરણ આવ્યા પહેલાં પોતાનું હિત કરી લે. ભાઈ ! આવા ટાણા ફરી કયારે મળશે? માટે તું તારું હિત કરી લે. ૪૨૨.
* એક વર્તમાન સમયનું લક્ષ છોડી ધો તો વસ્તુ તો એકલી શુદ્ધ જ છે. વસ્તુ છે તે બીજી રીતે હોઈ શકે નહીં. વર્તમાન સમયનું લક્ષ છોડતાં એકલા આનંદની મોજનો અનુભવ થાય છે. ૪૨૩.
* અહો ! સંતો કેટલી કણાપૂર્વક આવા ગહન વિષયને સમજાવી રહ્યા છે. જ્ઞાનથી મુક્તિ થાય એ વાત સાચી છે પરંતુ તે પણ પર્યાય છે, માટે તે માત્ર જાણવાયોગ્ય છે, પર્યાયનો આશ્રય લેવા યોગ્ય નથી. ધ્યાનનો વિષય તો અખંડ ચિદાનંદસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. મોક્ષમાર્ગની નિર્મળ પર્યાયનો પણ જેમાં અભાવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com