________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર] .
[દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર થાય એમ કહ્યું છે એ તો અર્ધપુદ્ગલપરાવર્તન કાળ બાકી રહ્યો હોય ત્યારે જ આત્મપ્રાપ્તિ થાય એવો સિદ્ધાંત છે એ વાત ત્યાં સિદ્ધ કરવી છે. એને વિશ્વાસ આવી જવો જોઈએ કે મારો સ્વકાળ આવી જ ગયો છે. સબ અવસર આવી ગયો છે એમ વિશ્વાસ આવી જવો જોઈએ. સંસારમાં તો તેને રુચતી વાત તરત જ કરીશ એમ કહે છે. જે વસ્તુ તેનાથી થઈ શકતી નથી અને તરત જ કરવા કહે છે તો જે વસ્તુ પોતાની જ છે પોતાથી જ થઈ શકે છે એ તરત જ કેમ ન થાય? એને વિશ્વાસ આવી જવો જોઈએ કે હું તો તરવાને પંથે જ જઈ રહ્યો છું, મારે એકાદ ભવ છે. જેમાં ભવ નથી એની દષ્ટિમાં ભવ હોય જ નહિ. ૨૨૧.
* તત્ત્વાનુશાસનમાં ૧૬ર શ્લોકમાં લખ્યું છે કે “સ્વ-પર પ્રતિભાસસ્વરૂપ તારો સ્વભાવ છે.' સ્વ અને પરને જાણવાનો આત્માનો સ્વભાવ છે. પોતાને આવો અચિંત્ય સ્વભાવવાળો ન માનતાં હું રોગી, હું કાળો, હું રૂપાળો, હું પૈસાવાળો એમ પરપદાર્થમાં અને વિભાવમાં પોતાની અતિ માનવી તે આત્માને કલંક છે. ૨૨૨.
* શ્રદ્ધાનમાં વિપરીતતા હોવાથી સમ્યક અટકે છે-થતું નથી અને પુરુષાર્થની નબળાઈથી ચારિત્ર અટકે છે–પ્રગટતું નથી. છતાં સમ્યક નહિ થવામાં શ્રદ્ધાનની વિપરીતતાને બદલે પુરુષાર્થની નબળાઈ માનવી એ તો ડુંગર જેવડા મહાન દોષને રાય સમાન અલ્પ જાણે છે; તે ડુંગર જેવડા મહાન દોષને છેદી શકે નહિ. ર૨૩.
* બુધ પુરુષોને એટલે કે સમ્યગ્દષ્ટિ જીવોને એવો નિર્ણય વર્તે છે કે સિદ્ધદશા કે સંસારદશા અમારા ત્રિકાળી દ્રવ્યસ્વભાવમાં છે જ નહીં. ધ્રુવસ્વરૂપ, સામાન્યસ્વરૂપ એકસ્વરૂપ વસ્તુ કે જે સમ્યગ્દર્શનનો વિષય છે તેમાં મોક્ષની દશા કે સંસારની દશા છે જ નહીં. અંત:તત્ત્વરૂપ પરમાત્મતત્ત્વ એવું જે પરમપરિણામિક તત્ત્વ, તેમાં કેવળજ્ઞાનની પર્યાય કે સંસારની વિકારી પર્યાય છે જ નહીં. ૨૨૪.
* સ્વ-પરને જાણવાની યોગ્યતા પર્યાયની પોતાની છે તેથી તેને જાણે ત્યારે શેય તેમાં જણાયા એમ નિકટપણાને લીધે કહેવામાં આવે છે. જ્ઞાનની એક સમયની પર્યાય અનંતા દ્રવ્યોને જાણે છે ને પર્યાયમાં અનંતા દ્રવ્યો જણાવા લાયક છે તેમ કહેવું તે પણ વ્યવહાર છે, ખરેખર તો જ્ઞાનની એક સમયની પર્યાય સ્વય નિજ આત્માને જાણે ત્યાં અનંતા પરયો તેમાં જણાય જાય એવી તે પર્યાયની શક્તિ છે. ૨૨૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com