________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૧૧ * શ્રી સમયસારની ગાથા ૧૦૯-૧૧રમાં કહે છે કે હું જ્ઞાનના ઈચ્છક પુરુષ! સાંભળ! જે મિથ્યાત્વાદિ ભાવકર્મ છે તેનો કર્તા એક પુદ્ગલદ્રવ્ય જ છે, જીવ તેનો કર્તા નથી. મિથ્યાત્વથી માંડીને સયોગી,વળી સુધીના તેર ગુણસ્થાનભેદો કે જેઓ પુગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે તેઓ જ વ્યાપ્યવ્યાપકભાવે મિથ્યાત્વાદિ ભાવકર્મને જો કરે તો ભલે કરે! જીવને તેમાં શું આવ્યું? જીવ તો એકલો શુદ્ધ જ્ઞાનાનંદમય છે. આહાહા! જે જીવને આત્માની જિજ્ઞાસા થઈ છે ને સાંભળવા આવ્યો છે તેને હજુ થોડો કાળ મિથ્યાત્વાદિ ભાવ ભલે હો, પણ તે શુદ્ધ જીવનું લક્ષ કરવાનો જ છે તેથી મિથ્યાત્વાદિ બધા ભાવો અલ્પકાળમાં ટળી જવાના છે તેથી તે મિથ્યાત્વાદિ ભાવોનો કર્તા પુગલ છે, શુદ્ધ જીવ કર્તા નથી. આહાહા ! પર.
* જેમ દીવો ઘટપટને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક છે તે ઘટપટાદિરૂપ થયો નથી પણ દીવારૂપ છે. દીવો સ્વને પ્રકાશવામાં પણ દીવો છે ને પર પ્રકાશવામાં પણ તે દીવો છે. તેમ જ્ઞાયકભાવ રાગને ને પરને પ્રકાશવાના કાળે જ્ઞાયક જ છે ને પોતાને પ્રકાશવાના કાળે પણ જ્ઞાયક જ છે. ચૈતન્યસ્વભાવનું જ્ઞાન થયું છે એવા સમકિતીને રાગનું જ્ઞાન થયું તે રાગનું જ્ઞાન નથી પણ જ્ઞાનનું જ્ઞાન છે, તેથી રાગ કર્તા ને જ્ઞાન કાર્ય છે તેમ નથી. સ્વ અને પરને પ્રકાશવાના કાળે જ્ઞાયક તો જ્ઞાયક જ છે. એવા જ્ઞાયકસ્વભાવી શુદ્ધ આત્માને હે શિષ્ય! તું જાણ. પ૩.
* હે યોગી! દેહમાં પરમાત્મા વસતા હોવા છતાં એ દેહમાં વસેલાં પરમાત્માને તું કેમ દેખતો નથી? એ પરમાત્માને દેખવાથી તારા પૂર્વ ઉપાર્જિત કર્મના ચૂરા થઈ જશે અને તે નિર્વાણને પામીશ. મોટા પુરુષ મળવા આવ્યા હોય અને સાધારણ બાળક આદિ સાથે વાતો કરવામાં રોકાઈ જા તો તે મોટા પુરુષનું અપમાન છે. તેમ ત્રણલોકનું ઉત્કૃષ્ટ તત્ત્વ એવા નિજ પરમાત્મા દેહમાં વસતાં હોવા છતાં તેને તું દેખતો નથી અને પર-પ્રપંચને જાણવામાં રોકાઈને નિજ પરમાત્માનું અપમાન કરી રહ્યો છો. ૫૪.
* ક્રમબદ્ધપર્યાયના સિદ્ધાંતથી મૂળ તો અકર્તાપણું સિદ્ધ કરવું છે. જૈનદર્શન અકર્તાવાદ છે. આત્મા પરદ્રવ્યનો તો કર્તા નથી જ, રાગનો પણ કર્તા નહિ અને પર્યાયનો પણ કર્તા નહિ. પર્યાય પર્યાયના જન્મક્ષણે પકારકથી સ્વતંત્ર જે થવાની તે જ થાય છે, પણ એ ક્રમબદ્ધનો નિર્ણય પર્યાયના લક્ષે થતો નથી. ક્રમબદ્ધનો નિર્ણય કરવા જાય ત્યાં શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકધાતુ ઉપર દષ્ટિ જાય છે, ત્યારે જાણનાર જે પર્યાય પ્રગટ થાય છે તે ક્રમબદ્ધપર્યાયને જાણે છે. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com