________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦]
[ દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર નિગોદના ભવમાં જન્મમરણનાં દુઃખ ભોગવે છે. ત્યાંથી કોઈ જીવ બહાર નીકળી ચિંતામણિ તુલ્ય દુર્લભ ત્રસપર્યાય પામે છે. ભાઈ ! તને મનુષ્યપણું મળ્યું તેની તને કિંમત નથી ! મનુષ્યપણું વિષય ને ભોગ માટે નથી, વ્યાપાર ધંધા ને પાપ માટે નથી. ૪૫.
* ભાઈ બાપુ! વ્યવહારનયના કથનો બધાં એવા છે કે એમાં તું છેતરાઈ જતો નહીં. નહીં તો અનંતકાળે મળેલો અવસર એળે ચાલ્યો જશે હો ! ૪૬.
* આ અનાદિના અવિવેકના નાટકમાં એટલે કે આનંદનો નાથ ચૈતન્યપ્રભુ આત્મા તથા રાગના એકપણાના અવિવેકના નાટકમાં પુદ્ગલ જ નાચે છે, જ્ઞાયકપ્રભુ તો જ્ઞાયકપણે જ રહ્યો છે. વર્ણાદિમાં પુદ્ગલ નાચે છે, રાગમાં પુદ્ગલ નાચે છે, અભેદ જ્ઞાનમાં પુદ્ગલ જ અનેક પ્રકારનું દેખાય છે. જીવ તો અભેદ એકાકાર છે. તેથી વર્ણાદિ-રાગાદિ પુદ્ગલ જ છે. ૪૭.
* મકાન મંદિર આદિ પુદગલદ્રવ્યમાં વિસ્તરે છે–જાહેર કરે છે. ગલૂડિયું કૂતરીમાં વિસ્તરે છે-જાહેર કરે છે, આંગળી પકડીને ચાલતો છોકરો તે તેના બાપનો છે તેમ વિસ્તરે છે-જાહેર કરે છે, ધન-સંપત્તિ ધનવંતને જાહેર કરે છે. તેમ પુણ્યપાપના ભાવ, તીર્થકરગોત્રનો ભાવ પુદ્ગલની સાથે તાદાભ્ય જાહેર કરે છે વિસ્તરે છે, ભગવાન ચિદાનંદ આત્માને તે પ્રસિદ્ધ કરતા નથી. ૪૮.
* પરમાર્થ ઘડાને તથા માટીને વ્યાપ્ય-વ્યાપકભાવનો સદ્દભાવ છે, તેથી ઘડો તે કર્મ-કાર્ય છે અને માટી તેનું કારણ-કર્તા છે; પણ કુંભાર તેનું કારણ નથી. તેમ વિકારી પરિણામ તે પુગલના પરિણામ હોવાથી વિકારી પરિણામને ને પુદ્ગલને વ્યાપ્ય-વ્યાપકપણે છે, માટે રાગના પરિણામનો કર્તા પુદ્ગલ છે, જીવ રાગનો કર્તા નથી. ૪૯.
* પ્રથમ તો સાચા ગુરુ કોને કહેવાય? કે જેના ઉપદેશમાં એમ આવે કે હું જીવ ! તારી પરિણતિમાં આ રાગદ્વેષ ભલે હો, પણ તે વિકારી પરિણામ તું નથી, એ પરિણામ તું નથી ને તે પરિણામ તારા સ્વભાવમાં નથી, તેનો કર્તા-ભોક્તા પણ તું નથી. તું તો નિર્વિકલ્પ સહજ સમયસારરૂપ જ્ઞાયકભાવ છો, તેની દષ્ટિ કર, તેની દષ્ટિ કરવાથી મુક્તિ પ્રાપ્ત થશે, અન્ય કોઈ પણ પ્રકારે મુક્તિ થશે જ નહીં. આવો ઉપદેશ જેની દેશનામાં આવે તે સાચા ગુરુ કહેવાય ૫૦.
* એક સમયનો વિકૃતભાવ છે, એનાથી રહિત આખી ચીજ પડી છે. વિકૃતભાવ વસ્તુમાં નથી એવો યર્થાથ નિર્ણય કર્યો એટલે બસ, એ છૂટી ગયો ! વિકૃતભાવથી ભેદ પાડવો; બસ એ કરવાનું છે, બીજું તો બધું જુદું જ છે. ૫૧.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com