________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] પોતાના હોવાપણાને યાદ કરે, વિચારે ને એમાં રહે, તો એને અંદરથી શાન્તિ મળે. શુભ ભાવનો પ્રસંગ હોય એટલું જ નહિ પણ અશુભ ભાવનો પ્રસંગ આવે તોપણ, તેનાથી ભિન્ન રહીને “હું તો જ્ઞાતા છું એ વાત અંતરથી ખસવી ન જોઈએ. તો જ એને શાન્તિ રહે. પરનું કાંઈક કરી દઉં તો મને શાન્તિ મળે, પરની કંઈક સગવડતા મળે તો મને ઠીક પડે-એવો અભિપ્રાય હોય ત્યાં સુધી તો અશાન્તિ ને દુ:ખ જ રહે. ૪).
* આચાર્ય ભગવાન કહે છે કે તું સિદ્ધ છો, તારામાં તું તને સિદ્ધપણે સ્થાપીને સાંભળજે. સિદ્ધથી ઓછું અમારી પાસે માંગીશ નહિ. ૪૧.
* એકવાર પ્રસન્ન ચિત્તથી ચૈતન્યસ્વભાવ લક્ષગત થયો એટલે તે નિર્વાણનો જ પાત્ર છે. નિશ્ચયનો પક્ષ બંધાણો તે પુરુષને ભલે હજુ અનુભવ નથી તોપણ એનું જોર ચૈતન્યસ્વભાવ તરફ વળી રહ્યું છે. આ જ સ્વભાવ છે. આ જ સ્વભાવ છે.... એમ સ્વભાવ-સન્મુખનું જ જોર હોવાથી અનુભવ અવશ્ય કરીને કેવળજ્ઞાન લેવાનો જ છે. ૪૨.
* કાળે વર્ષો પડે, કાળે વૃક્ષો ખીલે, કાળે ચંદ્ર ખીલે, કાળે ઢોર ઘરે આવે, સ્વાતિ નક્ષત્રના કાળે છીપમાં પાણી પડતાં મોતી પાકે, તેમ ઉત્તમ દેવ-ગુરુના મહાન યોગકાળે તું આવ્યો ને પૂજ્ય પદાર્થ અનુભવમાં ન આવે એ અજબ તમાસા છે! ૪૩.
* જેને ધર્મ કરવો હોય, જેને સમ્યગ્દર્શન જોઈતું હોય તેણે પાંચ ઈન્દ્રિયના વિષયની અભિલાષા તથા પૈસા કમાવાની અભિલાષારૂપી પાપભાવો તેમ જ દયાદાન-વ્રતરૂપ પુણ્યભાવને એકવાર દષ્ટિમાંથી છોડવા પડશે. રાગ હોવા છતાં તેની મમતા છોડ! તેઓ મારે માટે આકિંચન છે-મારા માટે કિંચિત્માત્ર નથી, હું તો પૂર્ણાનંદનો નાથ છું. રાગનો અંશમાત્ર મારો નથી એમ દષ્ટિમાંથી ધર્મઅર્થ-કામરૂપી ભાવની મમતા છોડી દે ને જ્ઞાનસ્વરૂપી ભગવાનને જ્ઞાન પરિણતિથી તું જાણ! એ સિવાય ત્રણકાળમાં આત્મા જાણવામાં આવશે નહીં. ૪૪.
* અહા ! સહજ જ્ઞાયક નિજ તત્ત્વને સમજવાનો, નિર્ણય ને અનુભવ કરવાનો મોખ મનુષ્યપણામાં મળ્યો. જેમ ચિંતામણિની પ્રાપ્તિ દુર્લભ છે તેમ નિગોદમાંથી નીકળી ત્રસપર્યાયની પ્રાપ્તિ પણ અત્યંત દુર્લભ છે. એક શરીરમાં અનંત જીવ, તેમના જ્ઞાનનો ઉઘાડ અક્ષરના અનંતમાં ભાગે, તેમના દુઃખો તે સ્વયં વેદે અને માત્ર કેવળી જાણે. એક શ્વાસપ્રમાણ કાળમાં અઢાર વાર જન્મમરણ કરેઆમ જીવો અનંત અનંત કાળ સુધી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com