________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર શક્તિની શું વાત કરવી? તું કોઈ ગુણે અધૂરો નથી, પૂરેપૂરો છો. તારે કોના આધારની જરૂર છે? આહાહા ! એને આવી ધૂન ચડવી જોઈએ. પહેલાં આવા સ્વભાવનો વિશ્વાસ આવવો જોઈએ. પછી દષ્ટિ ને અનુભવ થાય. ૩૫.
* આચાર્યદેવ કહે છે કે અમારી પર્યાયમાં અનંતા સિદ્ધોની સ્થાપના કરીએ છીએ અને જિજ્ઞાસુને કહે છે પ્રભુ! તું શ્રોતા તરીકે અમારી પાસે સાંભળવા આવ્યો છો એથી તારી એટલી લાયકાત જોઈને અમે તારી પર્યાયમાં પણ અનંતા સિદ્ધોની સ્થાપના કરીએ છીએ. અનંતા સિદ્ધોને સ્થાપી શકે એવી તારી પર્યાયની યોગ્યતા જોઈએ છીએ. અમે જેમ સિદ્ધપણાને પામીશું તેમ એ શ્રોતાની ટોળી પણ સિદ્ધપણાને પામશે. તારી પર્યાયમાં અનંતા સિદ્ધોને સ્થાપ્યા છે એટલે તારું લક્ષ અલ્પજ્ઞ પર્યાય ઉપર નહિ રહી શકે. સર્વજ્ઞને સ્વભાવમાં સ્થાપ્યા છે તેથી અવશ્ય તું સર્વજ્ઞ થઈશ. ૩૬.
* જેને દુઃખનો નાશ કરવો છે તેણે પ્રથમ શું કરવું? –કે પર તરફના વિકલ્પો છોડી, રાગનો પ્રેમ તોડી, મતિને અંતરમાં જોડવી. વારંવાર બુદ્ધિપૂર્વક સ્વતરફ જોડાણ કરવું. પૂર્ણ જ્ઞાનાનંદ ભગવાન આત્મામાં ફરી ફરીને મતિ-શ્રતને જોડવાં. તેથી ભ્રાંતિનો નાશ થશે, ભ્રાંતિગત અજ્ઞાનદશાનો નાશ થશે, મિથ્યાત્વનો નાશ થશે કે જે દુ:ખનું મૂળ છે. ૩૭.
* ત્રણલોકના નાથ સર્વજ્ઞની પાસે પણ હિતની કામના રાખવી એ પણ ભ્રમ છે. બીજા દેવ-દેવલાની તો શું વાત! પણ સર્વજ્ઞની શ્રદ્ધા એ પણ શુભભાવ છે. આહા! ગજબ વાત છે ને! ત્રણલોકના નાથની ભક્તિ પણ ભવનું કારણ છે. ૩૮.
* પરમાત્મપ્રકાશની ૬૮મી ગાથા તો માખણ છે, અમૃત ભર્યા છે, આનંદના વાજા વગાડયા છે. જીવની વ્યાખ્યા ગજબ કરી છે. જિનવરદેવે જીવની વ્યાખ્યા કરી કે ઉત્પાદ-વ્યય વિનાનો, બંધ-મોક્ષની પર્યાય અને બંધ-મોક્ષના કારણ વિનાનો તે જીવ છે, શુદ્ધ નિશ્ચયનયથી નિત્યાનંદ ધ્રુવ ભગવાન આત્મા છે તે જન્મતો નથી અર્થાત્ ઉત્પાદની પર્યાયમાં આવતો નથી, મરતો નથી અર્થાત વ્યયમાં આવતો નથી. એકેન્દ્રિયની પર્યાય હો કે સિદ્ધની પર્યાય હો ધ્રુવ ભગવાન તો સદાય ત્રિકાળી જ્ઞાનાનંદની મૂર્તિ સ્વરૂપ જ રહ્યો છે. ૩૯.
* અહા! ત્રિકાળી સહજ જ્ઞાન ને આનંદાદિસ્વરૂપ પોતાના અસ્તિત્વની સ્થિતિ, ભગવાન આત્માનું હોવાપણું, કયે પ્રસંગે નથી? જે જે પ્રસંગો આવે ત્યાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com