________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૧૭૭ * કરોડ રૂપિયા ને અબજ એ બધી ધૂળ છે. શ્રોતા:- ભલેને આપ ધૂળ કહો પણ એની ખુરશી પહેલી પડે છે!
પૂજ્ય ગુરુદેવઃ- નરકમાં એની ખુરશી પડે છે. અરે! અહીં તો શુભભાવમાં બેસીને પોતાનો માને છે એ પણ નરકમાં બેઠો છે, મિથ્યાત્વમાં બેઠો છે. ૭૭૦.
* પહેલાં એકલો હતો તેમાંથી બાયડી થઈ એટલે ઢોરની જેમ ચાર પગ થયા. ઢોર જેવો થયો. પછી પુત્ર થતાં ૬ પગો ભમરો થયો અને છોકરાને બાયડી થઈ એટલે આઠ પગો કરોળિયો થયો. પછી પોતાની લાળ કાઢી કાઢીને પોતાને બાંધીને ફસાયો. ૭૭૧.
* શ્રોતા:- અનુભૂતિ કરવા માટે શું કરવું? પૂજ્ય ગુરુદેવ - આત્મામાં એકાગ્રતા કરવી.
શ્રોતા - એકાગ્રતા કરવા માટે શું પ્રયાસ કરવો? વિકલ્પાત્મક ચિંતવન કેવી રીતે કરવું?
પૂજ્ય ગુરુદેવ - વિકલ્પાત્મક ચિંતવન એ કારણ છે જ નહિ. ઈ વસ્તુ છે જ નહિ. પરોક્ષજ્ઞાન ઈ પ્રત્યક્ષજ્ઞાનનું કારણ છે જ નહિ. સીધો અંદરમાં એકાગ્ર થતાં પ્રત્યક્ષજ્ઞાન થાય એ જ વસ્તુ છે. ૭૭ર.
* આમ તો આવે છે ને- “હું તો દોષ અનંતનું ભાન છું કરુણાળ'.. નાહીં એક સગુણ પણ, મુખ બતાવું શું?’ એ તો શિષ્યનો વિનયભાવ છે. સની જિજ્ઞાસાવાળાને એવી નમ્રતાના ભાવ હોય છે. પર્યાયમાં દોષ છે એમ ત્યાં બતાવવું છે. મારી પર્યાયમાં દોષ છે-એમ જાણે-માને નહિ તો દોષ રહિત નિજ જ્ઞાયક ભગવાનને કઈ રીતે જાણે માને? અહીં તો, પર્યાયમાં પોતા થકી દોષ છે એવો જેને સ્વીકાર છે તેને બતાવે છે કે, ભગવાન આત્મા સ્વભાવે તો દોષનું આયતન છે જ નહિ; તે તો ચારે તરફ અનંત ગુણોનું જ આયતન છે. શ્રીમદ્ રાજચંદ્ર એક ઠેકાણે એવા આશયનું લખ્યું છે કે-પ્રભુ સર્વગુણસંપન્ન છે પણ એના અપલખણનો પાર નથી... અહીં એમ કહેવું છે કે તું તારી ચીજને-ત્રિકાળી પરિપૂર્ણ પ્રભુતાને-માનતો નથી અને પર્યાય ને રાગાદિ જેટલો જ પોતાને માને છે, એ તારું અપલક્ષણ છે. અહા ! આવો માર્ગ છે; પરંતુ અરેરે! જીવ અનાદિ કાળથી લૂંટાઈ રહ્યો છે. એ રાગના રસિયાને પ્રથમ તો પોતાના વસ્તસ્વરૂપની ખબર નથી, સંસારની જંજાળ આડે સાંભળવાને નવરો થતો નથી. નવરો થઈને માંડ સાંભળવા જાય ત્યાં કુગુરુ તેનો સમય લૂંટી લે છે. ત્યાં તેને અંતર આત્મદષ્ટિ કરવાની વાત તો મળી નહિ અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com