________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮]
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર વ્યવહારથી-દાન-પૂજા કે વ્રતાદિ કરવાથી-કલ્યાણ થશે, એમ બાહ્ય ક્રિયાકાંડની દષ્ટિનું પોષણ મળ્યું. કુગુરુએ એનો સમય લૂંટી લીધો. ૭૭૩.
* ધર્મી જીવને જે વીતરાગીદશા પ્રગટ થઈ તે પૂજ્ય અને આદરણીય છે. પણ ખરું પૂજ્ય તો ત્રિકાળી દ્રવ્ય જ છે. પરંતુ શુદ્ધ પર્યાય ધર્મીને જે પ્રગટ થઈ તે વ્યવહાર પૂજ્ય છે. પરંતુ ધર્મીને જે રાગની પર્યાય આવે છે તે તો હેયભાવે છે, તેને તે પૂજ્ય નથી અને બીજાને પણ તે પૂજ્ય નથી. ૭૭૪.
* જે મોક્ષનું કહેવામાત્ર-કથનમાત્ર કારણ છે એવો વ્યવહારરત્નત્રય તો ભવસાગરમાં ડૂબેલાં જીવોએ પૂર્વે ભવભવમાં સાંભળ્યો છે અને કર્યો પણ છે. દયાદાન-ભક્તિ-વ્રત-તપ આદિ શુભરાગનો વ્યવહાર તો ભવસાગરમાં ડૂબેલાં જીવોએ અનંતવાર સાંભળ્યો છે અને આચાર્યો છે પણ તે વ્યવહારરત્નત્રય કાંઈક-કથનમાત્ર મોક્ષનું કારણ છે પરંતુ ખરેખર તો તે બંધનું જ કારણ છે. જે રાગ દુઃખરૂપ છે, ઝેરરૂપ છે તે અમૃતરૂપ એવા મોક્ષનું કારણ કેમ હોય? દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ, પૂજા, જિનમંદિર બંધાવવા, મોટા ગજરથ આદિ કાઢવા આદિ બધું તો ભવભવમાં અનંતવાર કર્યું, શાસ્ત્રનું અગિયાર અંગનું જ્ઞાન, નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા અને વ્રત-તપ આદિનું આચરણ પૂર્વે અનંતવાર સાંભળ્યું છે અને આચર્યું પણ છે. અરેરે ! ખેદ છે કે જે સર્વથા એક જ્ઞાનરૂપ છે એવા પરમાત્મતત્ત્વને જીવે સાંભળ્યું નથી, આચર્યું નથી. ૭૭૫.
* શ્રોતા:- વિકલ્પવાળો નિર્ણય થતાં પુરુષાર્થ સહજ થાય છે કે જુદો કરવો પડે છે?
પૂજ્ય ગુરુદેવ - સ્વસમ્મુખનો પુરુષાર્થ જુદો કરવો પડે છે. ૭૭૬.
* મારી ચીજ જ્ઞાયકભાવથી કદી છૂટી જ નથી અને રાગને કદી સ્પર્શી જ નથી-એવી દષ્ટિ થતાં સમ્યક દર્શન થાય છે. ૭૭૭.
* સાધક જીવ કહે છેઃ હે જ્ઞાયક પ્રભુ! મને તારા દર્શન દે ને! તારો અંદરનો વૈભવ મને જોવા-માણવા દે ને! અરેરે પ્રભુ! એકેન્દ્રિય, બે-ઇન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિયપણામાં મેં તને કયાંય ન દેખ્યો. અરે! બાહ્ય મુનિપણું અનંતવાર લીધું, પરંતુ ત્યાં પણ તારા દર્શન ન થયા નાથ ! હવે તો એક વાર ચેતનપ્રભુનાં દર્શન કરવા દો. સંસારની બીજી બધી ઝંઝટ છોડીને ધર્મી જીવને ચેતનનો અનુભવ કરવાની લગની લાગી છે; દુનિયા માન આપે કે ન આપે-એની સાથે કોઈ સંબંધ નથી. “આ ધર્માત્મા છે' એમ લોકો ગણતરીમાં ગણે-એની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com