________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦].
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર જોવાનું પણ બંધ કરી દે, તો તને દ્રવ્ય-ભગવાનને જોવાના-દેખવાના ચક્ષુ ખુલી જશે. ભાઈ ! એક વાર જો તો ખરો! પ્રભુ! તું કોણ છો ! જ્યાં પર્યાયને જોવાની આંખ બંધ કરી ત્યાં દ્રવ્યને જોવાનું જ્ઞાન ઊઘડી ગયું. પર્યાયને જોવાની આંખ બંધ કરી ત્યાં દ્રવ્યને દેખવાની આંખ ઊઘડી ગઈ. હવે એ ભગવાન છાનો નહિ રહી શકે! ૧૭૦.
* દરેક પર્યાય સત છે, સ્વતંત્ર છે, એને પરની અપેક્ષા નથી. રાગનો કર્તા તો આત્મા નહિ પણ રાગનું જ્ઞાન કહેવું એ વ્યવહાર છે અને જ્ઞાન-પરિણામને આત્મા કરે એમ કહેવું એ પણ વ્યવહાર છે. ખરેખર તો તે સમયની જ્ઞાનપર્યાય પકારકથી સ્વતંત્ર થઈ છે. ૧૭૧.
* ખરેખર તો એક પોતે જ છે ને બીજી વસ્તુ છે જ નહિ. હું જ એક છું, મારે હિસાબે બીજી વસ્તુ જ નથી. કેવળી હો, સિદ્ધ હો, તે તેને હિસાબે ભલે હો, પણ મારા હિસાબે તે નથી-એમ સ્વભાવની અપેક્ષાએ રાગ પણ પોતાનો નથી. દેહધન-સ્ત્રી-પુત્ર આદિ તો એના છે જ નહિ પણ રાગ પણ તેનો નથી. જ્ઞાનસ્વરૂપ એકલો હું જ છું-એમ જોર આવવું જોઈએ.
શ્રોતા – હું જાણનાર જ છું એવું જોર આવતું નથી તે કેમ આવે?
પૂજ્ય ગુરુદેવ - જોર પોતે કરતો નથી તેથી આવતું નથી. બહારના સંસારના પ્રસંગોમાં કેટલી હોંશ ને ઉત્સાહ આવે છે! એમ અંદરમાં પોતાના સ્વભાવની હોંશ ને ઉત્સાહ આવવો જોઈએ. ૧૭ર.
* જેમ સર્વજ્ઞને લોકાલોક શેય છે, લોકાલોકને સર્વજ્ઞ જાણે છે, તેમ સર્વજ્ઞ સ્વભાવીને દૃષ્ટિમાં લીધો છે એવો સમ્યગ્દષ્ટિ સર્વજ્ઞની જેમ રાગને જાણે જ છે. સર્વશને જાણવામાં લોકાલોક નિમિત્ત છે, તેમ સમ્યગ્દષ્ટિને જાણવામાં રાગ નિમિત્ત છે. સમ્યગ્દષ્ટિ રાગને કરતો જ નથી પણ લોકાલોકને જાણનાર સર્વજ્ઞની જેમ સમ્યગ્દષ્ટિ રાગને જાણે જ છે. આમ વસ્તુસ્થિતિ છે અને આમ જ અંદરથી બેસે છે, આમ જ અંદરથી આવે છે અને આમ જ વસ્તુની સ્થિતિ છે. આ વાત ત્રણ કાળ ત્રણલોકમાં ફરે તેમ નથી. બીજી રીતે બેસારવા જાય તો કોઈ રીતે વસ્તુ સિદ્ધ થઈ શકે તેમ નથી. આ તો અંદરથી જ આવેલી વસ્તુસ્થિતિ છે. શાસ્ત્ર ભલે અનેક રીતે કહે પણ વસ્તુ આમ જ છે ને આમ જ અંદરથી આવી છે. આ તો અનુભવથી નીવેડો છે. ! ૧૭૩. * સ્વભાવથી જ હું જ્ઞાયક હોવાને લીધે સમસ્ત વિશ્વ સાથે મારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com