________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ]
[૪૧
શેયજ્ઞાયકલક્ષણ સંબંધ છે, પરંતુ આ જ્ઞેય ઇષ્ટ-અનિષ્ટ કે જ્ઞેયના લઈને જ્ઞાન થાય છે કે આ જ્ઞેય મારું ને હું તેનો સ્વામી એવો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. જ્ઞાયકનો સર્વ જ્ઞેયોને જાણવાનો સ્વભાવ હોવાથી લોકાલોક જાણે કે જ્ઞાયકમાં કોતરાઈ ગયા હોય એમ એક ક્ષણમાં જ જાણી લે છે. આવા Âયજ્ઞાયકલક્ષણ સંબંધને લીધે એકીસાથે અનંતા જ્ઞેયોને અનંતપણે જાણવા છતાં જ્ઞાયક તો સદાય જ્ઞાયકપણે જ-એકરૂપપણે જ રહ્યો છે. અનાદિથી જ્ઞાયક તો જ્ઞાયકભાવે જ રહ્યો છે, પણ મિથ્યાત્વને લઈને અન્યથા મનાય રહ્યો છે, તેથી એ મિથ્યાત્વને મૂળથી ઉખેડીને સ્વભાવથી જ જ્ઞાયક એવા આત્મતત્ત્વના જ્ઞાનપૂર્વક શુદ્ધાત્મામાં પ્રવર્તવા સિવાય અન્ય કાંઈ કરવાયોગ્ય નથી. ૧૭૪.
* પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વર્ત્ય એવું વ્યાખલક્ષણવાળું પુદ્દગલદ્રવ્યના પરિણામસ્વરૂપ કર્મ એટલે કે ભક્તિ, પૂજા, દયા, દાન આદિના શુભ પરિણામો તેની આદિ-મધ્ય-અંતમાં પુદ્દગલદ્રવ્ય પોતે અંતર્વ્યાપક થઈને પરિણમે છે, ગ્રહણ કરે છે ને ઊપજે છે. આહાહા! રાગાદિ પરિણામમાં પુદ્દગલદ્રવ્ય પોતે અંતર્ધ્યાપક થઈને રાગરૂપે પરિણમે છે, રાગને ગ્રહણ કરે છે, રાગરૂપે ઊપજે છે. જીવ એ રાગની આદિ-મધ્યઅંતમાં વ્યાપક થઈને પરિણમતો નથી, ગ્રહણ કરતો નથી કે રાગરૂપે ઊપજતો નથી. કેમ કે જીવ તો એકલો જ્ઞાયકભાવ સ્વરૂપ છે, એ જ્ઞાયકભાવ દયા-દાન-ભક્તિ આદિ રાગરૂપ એવા પુદ્દગલકર્મને કેમ કરે ? ભક્તિ-વિનય-વૈયાવ્રત આદિના ભાવની આદિ-મધ્ય-અંતમાં પુદ્દગલદ્રવ્ય વ્યાપક થઈને રાગને કરે છે. આહાહા! ત્રણલોકનો નાથ ચૈતન્યસ્વભાવ એ રાગાદિ પરિણામને કરતો નથી. જ્ઞાયક પ્રભુ એ રાગાદિ પરિણામમાં વ્યાપતો નથી. ચારિત્રમોહની નબળાઈથી પણ જીવ રાગાદિભાવને કરતો નથી-એમ અહીં એકલા દ્રવ્યસ્વભાવને સિદ્ધ કરવો છે. અરે પ્રભુ! કયાં તારી મહાનતા ને કયાં વિભાવની તુચ્છતા ? તુચ્છ એવા વિભાવભાવ તારાથી કેમ થાય? તું તો જાણનસ્વભાવી છો. તારાથી વિકાર કેમ થાય ? આહાહા ! દ્રવ્યદૃષ્ટિ સમયસારના કથનો અલૌકિક છે. ૧૭૫.
* મેરેમેં રાગાદિ હૈ હી નહીં, વિકલ્પોંકો મૈં લા સકતા હી નહીં, છોડ સક્તા હી નહીં ઐસે અંતરસે નિર્ણય કરના ચાહિયે. ઐસે ઐસે ઉ૫૨ ઉપ૨સે ન ચલે. ૧૭૬.
* એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે તો નહિ પણ અડે પણ નહિ. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ થાય છે. આત્મા માત્ર જ્ઞાયક પરમાનંદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com