________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨]
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર સ્વરૂપ છે. આ ભગવાન સર્વજ્ઞદેવનો દિવ્ય ધ્વનિનો પોકાર છે. આવી અધ્યાત્મની સૂક્ષ્મ વસ્તુ આ કાળે જેને અંદરમાં સચિને પરિણમી જાય છે એવા જીવોને એક-બેચાર ભવ જ હોય, વધુ હોય નહિ એમ શાસ્ત્રમાં આવે છે. કેમ કે આ કાળે કેવળી નથી, અવધિજ્ઞાની કે મન:પર્યયજ્ઞાની નથી, આશ્ચર્યના કારણો ઇન્દ્ર આદિ દેવનું આવવું થતું નથી, ચક્રવર્તી આદિ ચમત્કારિક કોઈ ચીજ નથી, છતાં આ અધ્યાત્મનું સૂક્ષ્મ તત્ત્વ અંદરમાં રુચિ જાય છે એના ભાવ વિશેષ છે. એથી એને ભવ વધુ હોય નહિ. ૧૭૭.
* ભૂલ તો અનાદિકી હૈ, ઉસકી નવાઈ નહીં હૈ, ફિરજાના ઉસકી નવાઈ હૈ. તીર્થકરકે આત્માને પૂર્વે કેવલીકી નિંદા કી થી. ઉસમેં કોઈ નવીનતા નહીં હૈ. વો ભૂલજાના ઔર બદલજાના ઉસકી વિશેષતા હૈ. ૧૭૮.
* જેમાંથી કેવળજ્ઞાનની અનંતી પર્યાયો વહે એવડો ઇ છે. એક સિદ્ધ પર્યાય જેટલો ય નહીં. મારામાં તો અનંતા ભગવાનની અનંતી પર્યાયો પડી છે એવડો હું છું. ૧૭૯.
* પહેલેમેં પહેલે મેરેમેં શરીર-સંસાર-વિકલ્પ હૈ હી નહીં ઐસા નિર્ણય કરકે અનુભવ કર લેના ચાહિયે. ૧૮૦.
* શ્રોતા:- દ્રવ્યને સાવ નકામુ કરી દીધું, પર્યાયને પણ દ્રવ્ય કરે નહિ?
પૂજ્ય ગુરુદેવ - અરે ભાઈ ! આ તો અંતર પેટની મૂળની વાતો છે. આમાં દ્રવ્ય નકામું નથી થઈ જતું, પણ અલૌકિક દ્રવ્ય સિદ્ધ થાય છે. ક્રમબદ્ધપર્યાયનો સિદ્ધાંત એ તો સર્વ આગમના મંથનનો સાર છે. આ વાત અહીંથી (પૂજ્ય ગુરુદેવથી) બહાર આવી છે. એ પહેલાં આ વાત હિન્દુસ્તાનમાં કયાંય ન હતી. કમબદ્ધ એ પરમ સત્ય છે. જે કાળે જે થવાનું છે તે જ થશે. તેને ઇન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર પણ ફેરવવા સમર્થ નથી. ક્રમબદ્ધમાં અકર્તાપણું સિદ્ધ કરે છે. આના સંસ્કાર પાડયા હશે તે સ્વર્ગમાં જશે તે ત્યાંથી સમકિત પામશે. ૧૮૧.
* સર્વજ્ઞ આ આત્માને જ્ઞાયકસ્વભાવી જીવતત્ત્વ જાણે છે, પુણ્ય-પાપના ભાવ થાય તેને આસ્રવતત્ત્વ જાણે છે અને શરીરાદિને અજીવતત્ત્વ જાણે છે-એમ જ્યારે પોતાનું જ્ઞાન પણ ભિન્ન-ભિન્નપણે જાણે ત્યારે ભેદજ્ઞાન થાય છે. ૧૮૨.
* પ્રવચનસારમાં કહે છે કે શુભ-અશુભ બન્ને ભાવ દુઃખરૂપ છે. અશુભના ફળમાં નરક અને શુભના ફળમાં સ્વર્ગના ભોગ મળે પણ એ ભોગમાં લક્ષ જાય એ ભાવ પણ અશુભ હોવાથી દુ:ખ છે. તેથી અશુભનું ફળ નરક ને શુભનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com