________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૩
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] ફળ સ્વર્ગ ત્યાં પણ દુઃખ જ છે તો શુભ-અશુભના ફળમાં ફેર કયાં રહ્યો? એ બન્ને દુઃખના કારણ છે તો એ શુભને ઠીક કેમ કહેવાય? પ્રભુ! જેના ફળમાં દુઃખ છે એવો શુભ તને રુચે છે કેમ? ૧૮૩.
* દેવ-શાસ્ત્ર–ગુરુ કહે છે કે અમે તારી જ્ઞાનની પર્યાયમાં શેય છીએ માટે તું શેયનિષ્ટતાથી હટી જા. અમારી વાણી પણ જ્ઞય છે અને શેયની તત્પરતા એ સંસાર છે, જ્ઞાયક ઉપર તત્પર થા અને અમારા ઉપરથી તત્પરતા હટાવી દે. ૧૮૪.
* કરુણાથી કહ્યું છે કે અરે મૂઢમતિ! અમે જે પુણ્ય-પાપભાવને અચેતન કહીએ છીએ, જડ કહીએ છીએ, પુદ્ગલ કહીએ છીએ તેને તું આત્મા માને છો તો મોટો અપરાધી છો; જા નરક-નિગોદમાં! જા પુદ્ગલની ખાણમાં! ચૈતન્યની ખાણમાં નહીં જવાય. ૧૮૫.
* શ્રોતા:- પર્યાય તે સમયની સત્ છે, નિશ્ચિત છે, ધ્રુવ છે, તેમ કહેવાનું શું પ્રયોજન છે?
પૂજ્ય ગુરુદેવ - પર્યાય ઉપરથી લક્ષ છોડી ધ્રુવ દ્રવ્ય તરફ ઢળવાનું પ્રયોજન છે. પર્યાય તે સમયની સત્ છે, નિશ્ચિત છે, ધ્રુવ છે, તેમ બતાવીને તેના ઉપરનું લક્ષ છોડાવી ધ્રુવ દ્રવ્ય ઉપર લક્ષ કરાવવાનું પ્રયોજન છે. પર્યાય નિશ્ચિત છે, ધ્રુવ છે એટલે પર્યાય તે સમયની સત્ હોવાથી આઘી-પાછી થઈ શકે તેમ નથી એમ જાણે તો દષ્ટિ દ્રવ્ય ઉપર જાય; દ્રવ્ય ઉપર લક્ષ જાય ત્યારે વીતરાગતા થાય. વીતરાગતા એ તાત્પર્ય છે. અરે! આવી વાતો કરોડો રૂપિયા દેતાં પણ મળે તેમ નથી. આહાહા! જે જાણતા વીતરાગતા થાય એની કિંમત શું? ૧૮૬.
* હું સ્વભાવથી જ જ્ઞાયક હોવાથી વિશ્વની સાથે મારે કેવળ શેય-જ્ઞાયક સંબંધ છે, પરંતુ કર્તા-કર્મ, સ્વ-સ્વામી આદિ સંબંધો જ નથી. કર્મ જ્ઞય છે ને હું જ્ઞાયક છે. શરીરની રોગ-નિરોગ ગમે તેવી અવસ્થા થાય તે મને ઠીક-અઠીકરૂપ નથી પણ તે યરૂપ છે અને હું જ્ઞાયક છું. અરે! વિકાર થાય તે પણ જ્ઞય છે ને હું જ્ઞાયક છે. ત્રણલોકના નાથ તે વિનય કરવાયોગ્ય છે અને હું વિનય કરનાર છું એમ નથી. ત્રણલોકના નાથ પણ વિશ્વમાં-શયમાં આવે છે ને હું જ્ઞાયક છે. આખું વિશ્વ તે શેય છે ને હું જ્ઞાયક છું. એ સિવાય વિશ્વ તે મારું સ્વ અને હું તેનો સ્વામી એવો સ્વ-સ્વામી સંબંધ નથી. હું કર્તા ને તે મારા કર્મ એવો કર્તા-કર્મ સંબંધ પણ વિશ્વની સાથે નથી. મારે વિશ્વની સાથે કેવળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com