________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૪૪]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર એક જ્ઞેય-જ્ઞાયક સંબંધ જ છે અને તે પણ વ્યવહા૨ છે. પરમાર્થે તો હું જ જ્ઞાતાજ્ઞાન ને જ્ઞેય છું તેથી મારે કોઈ પ્રત્યે મમત્વ નથી. ૧૮૭.
* નર-નારક આદિ જીવના વિશેષો, અજીવ, પુણ્ય, પાપ, આસવ, બંધ અને સંવર, નિર્જરા, મોક્ષ-એ નવ તત્ત્વોથી એક ટંકોત્કીર્ણ જ્ઞાયકભાવ વડે અત્યંત જુદો હોવાથી હું શુદ્ધ છું. આહાહા ! સાધક-બાધકની પર્યાયથી આત્માને અત્યંત જુદો કહ્યો. શરીર આદિથી તો અત્યંત જુદો છે જ, પુણ્ય-પાપ આદિથી પણ અત્યંત જુદો છે જ, પણ સંવર નિર્જરા-મોક્ષની શુદ્ધ નિર્મળ પર્યાયના વ્યવહારીક ભાવોથી પણ હું એક ટંકોત્કીર્ણ જ્ઞાયકભાવ વડે અત્યંત જુદો હોવાથી શુદ્ધ છું. આહાહા! અહીં સમયસારની ગાથા ૩૮મા તો સંવર, નિર્જરા, મોક્ષની શુદ્ધ નિર્મળ પર્યાયના વ્યવહારીક ભાવોથી પણ આત્માને અત્યંત જુદો કહીને દિગમ્બર સંતોએ અંતરના પેટની વાતો ખુલ્લી કરી છે. આવી વાતો બીજે કયાંય નથી. આહાહા! જગતના ભાગ્ય છે કે આવી વાણી રહી ગઈ છે. ૧૮૮.
* જે અંદર શાયભાવ પ્રભુ છે તેમાં દયા-દાન-વ્રતના પરિણામ નથી, એ તો નથી પણ જેમાં અપ્રમત કે પ્રમત્ત દશા પણ નથી એવો જ્ઞાયકભાવ છે. જાણક જાણક જાણક ચૈતન્ય ચૈતન્ય સ્વભાવ જ્ઞાયકભાવ છે. સમ્યગ્દર્શનનો વિષય જ્ઞાયકભાવ છે, એ જ્ઞાયકભાવ અપ્રમત્ત કે પ્રમત્ત પણ નથી. જ્ઞાયકભાવમાં ૧૩મું કે ૧૪મું ગુણસ્થાન પણ નથી. જેમ તેલનું ટીપું પાણીના દળમાં પ્રવેશ કરતું નથી તેમ જ્ઞાયકદળમાં પ્રમત્ત-અપ્રમત્ત દશા નથી, કેમ કે જ્ઞાયકભાવ છે તે પ્રમત્ત-અપ્રમત્ત થતો નથી. ૧૮૯.
* ભગવાન કહે છે અરે પ્રભુ! તારા આત્માની જાત અને અમારા આત્માની જાતમાં કાંઈ ફેર નથી. તેં તારું સ્વરૂપ પ્રગટ કર્યું નથી એટલો જ ફેર છે માટે ૫૨માત્મા જેવા જ તારા આત્માની નિર્ભ્રાત-ભ્રાંતિરહિત નિઃશંકપણે ભાવના કર ! શક્તિએ બધા આત્મા ભગવાન છે. તું તારી ચૈતન્યસત્તાનો સ્વીકાર કર! જાણવું... જાણવું... જાણવું. આ જાણવાની જ્ઞાનશક્તિની બેદતા, અચિંત્યતા, અમાપતા છે તે હું જ છું, જ્ઞાનની સાથે રહેલો આનંદ એ પણ હું જ છું. અતીન્દ્રિય, બેહદ અને પૂર્ણ આનંદ મારું જ સ્વરૂપ છે. આવા જ્ઞાન-આનંદ સ્વરૂપ આત્માની દષ્ટિ કરતાંસત્યસ્વરૂપનો સ્વીકાર કરતાં પર્યાયમાં જે સત્યદશા પ્રગટ થાય છે તે જ ખરેખર આત્માનો નિજધર્મ છે. ૧૯૦.
*હું મુક્ત જ છું, રાગ અને તેના સંબંધે બંધપણું મારામાં છે જ નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com