________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[૪૫ સમયસારની ૧૪મી ગાથામાં કહ્યું છેઃ જે આત્માને અબદ્ધસૃષ્ટાદિ ભાવોરૂપ એટલે કે મુક્તસ્વરૂપ દેખે છે-અનુભવે છે તેને શુદ્ઘનય જાણજે. કર્મ તો ૫૨ ચીજ છે, તેની સાથે તો જીવને ૫૨માર્થે સંબંધ છે જ નહિ, પણ રાગાદિ વિભાવો સાથે પણ ખરેખર સંબંધ નથી. આત્મા તો રાગાદિના સંબંધ વિનાની અબંધ ચીજ છે. અબંધ કહો કે મુક્ત હો. અહા! દૃષ્ટિએ જ્યારે દ્રવ્યને લક્ષમાં લીધું ત્યારે ‘હું મુક્ત જ છું' એવો અનુભવ થયો. ૧૯૧.
* ભાઈ ! તું તારા સ્વભાવમાં એકાગ્ર થા ને! આખા લોકમાં તારાથી અધિક બીજું શું છે? તું જ પૂર્ણ શુદ્ધ ૫૨મેશ્વ૨ છો. સર્વમાં અધિક છો. તારા હિતના માર્ગે તું એકલો જઈ શકે છો. તારો માર્ગ તારાથી અજાણ્યો નથી. મુક્તિમાં તું એકલો જઈ શકે છો. અત્યાર સુધીમાં જે જીવો મોક્ષમાં ગયા તે બધાં પોતાના સ્વસંવેદનથી આત્માને જાણીને એકલા જ મોક્ષમાં ગયા છે. ૧૯૨.
* શ્રી નિયમસાર કળશ-૧૭૬મા કહે છે કે આત્મા નિરંતર સુલભ છે. આહાહા ! આત્મા નિરંતર વર્તમાન સુલભ છે. વર્તમાન સુલભ છે એનું તાત્પર્ય એ છે કે આત્મા વર્તમાનમાં જ છે, તેનો વર્તમાનમાં જ આશ્રય લે! ભૂતકાળમાં હતો અને ભવિષ્યમાં રહેશે એમ ત્રિકાળ લેતા તેમાં કાળની અપેક્ષા આવે છે. તેથી વર્તમાનમાં જ ત્રિકાળી પૂર્ણાનંદનો નાથ પડયો છે તો વર્તમાનમાં જ આશ્રય લે તેમ કહે છે. ૧૯૩.
* વિકલ્પ સહિત સાધારણ મહિમા આવે તે મહિમા ન કહેવાય. અંદરથી કયાં રુચે છે? અંદરથી રુચે તો વીર્ય ઉછળે; એ કયાં ઉછળે છે? સાધારણ ધારણા અને માહાત્મ્ય તો અનંતી વાર આવ્યા, પણ ખરેખર માહાત્મ્ય આવવું જોઈએ. બાકી જ રહી ગયું છે ને! પહેલાં સ્વભાવનું માહાત્મ્ય આવે છે અને પછી માહાત્મ્યની ઉગ્રતા થતાં એકાગ્રતા થાય છે. ૧૯૪.
* જાણન... જાણન... ચૈતન્યના પ્રકાશનું પૂર... હું તો શાયક છું-એમ પહેલાં ઉપલકભાવે તો નિર્ણય કર. પછી ઊંડાણથી નિર્ણય કર. વિકલ્પથી અંદર વિચારમાં એ લે કે દેહ તો માટી છે ને પુણ્ય-પાપના ભાવ તો વિકાર છે, હું તો જ્ઞાયક છું. પછી ઊંડાણથી એનો નિર્ણય કર. ગમે તેમ કરીને એ માર્ગે જા. શુભાશુભ ભાવથી ભિન્ન જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કર. જાણનનો જાણનપણે અભ્યાસ કર. જ્ઞાયકનો બીજી રીતે નહીં પણ જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કર–આ એક કરી લીધું તો બધું થઈ ગયું-બધું આવી ગયું. ૧૯૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com