________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬]
[ દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર * પરકી તો કયા બાત, અધિકાર તો યહાં રાગકા ભી નહીં. જો રાગકા અધિકારી હોતા હૈ વો દ્રવ્યા અધિકારી નહીં, શુભાશુભ ભાવોંકા સ્વામી હૈ વો આત્માકા અધિકારી નહીં. ૧૯૬.
* એકવાર વાલભાઈએ (દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં ) કહ્યું છે કે વિવેકકો એકબાજુ રખો ને બીજી વખત કહ્યું છે કે વિવેક જોઈએપર્યાયને જુદી રાખવી જોઈએ, પર્યાય ઉપર જોર ન હોવું જોઈએ. એનો અર્થ એવો કે આવો રાગ હોવો જોઈએ ને આવો ન હોય. પણ રાગ જેવો થવો હશે તેવો થશે. સમ્યગ્દષ્ટિને સ્વચ્છંદી રાગ ન થાય, એને યોગ્ય એની લાયકાત પ્રમાણે થશે, પણ એનું જોર જોવું જોઈએ કે આ ખાણ છે; એ ખાણ ઉપર નજર રાખવી જોઈએ કે આ ખાણ છે, જોર ત્યાં હોવું જોઈએ, પર્યાયનો વિવેક હોય છે પણ જોર ખાણ ઉપર હોવું જોઈએ, પર્યાય ઉપર ના હોવું જોઈએ. ૧૯૭.
* સમયસારની ૧૪૨મી ગાથાની ટીકામાં આવેલા ૭૦મા કળશના ભાવાર્થમાં કહ્યું છે. આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ધનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. “હું બદ્ધ છું.” વગેરે વ્યવહારનયનો તો નિષેધ કરતા જ આવ્યા છીએ, પણ “હું અબદ્ધ છું, શુદ્ધ છું, અખંડ છું,’ એવા જે નિશ્ચયનયના વિકલ્પ ઊઠે છે તેનો પણ અમે નિષેધ કરીએ છીએ; કેમ કે સ્વરૂપમાં પેસવા માટે તે વિકલ્પો કાર્યકારી થતા નથી. આવા વિકલ્પો સુધી આવ્યો પણ “તેથી શું?” તેમાં તારા આત્માને શો લાભ થયો? જ્યારે અંદર સ્વરૂપમાં પ્રવેશ કરે છે, આનંદના નાથનો અનુભવ કરે છે, ત્યારે તે બધા વિકલ્પો છૂટી જાય છે. ૧૯૮.
* હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, વિભાવથી જુદો હું તો જ્ઞાયક પ્રભુ છું, અનંત વિભૂતિથી ભરપૂર હું જ્ઞાયક ભગવાન આત્મા છું-એમ અંતરમાં સાચું આત્મભાન કરે તો તે અંતર્મુખતાના બળથી નિર્વિકલ્પતા થાય, વિકલ્પો છૂટે અને અતીન્દ્રિય જ્ઞાનાનંદસ્વરૂપ સ્વાત્માનુભૂતિ પ્રાપ્ત થાય. ધર્મી જીવને સ્વાનુભૂતિ પ્રાપ્ત થયા પછી પણ રાગ તો આવે છે, પણ તે તેનો કેવળ જ્ઞાતા છે, સ્વામી નથી, તેને પોતાનું કર્તવ્ય માનતો નથી. વાત જરા સૂક્ષ્મ છે. અનંતવાર જીવ જૈનનો શ્રાવક ને દ્રવ્યલિંગી સાધુ થયો, પણ રાગ રહિત, પૂર્ણાનંદથી ભરપુર પોતાનું જે ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે તેના પર કદી દષ્ટિ કરી નથી, તેનો અંતર્મુખ થઈને અનુભવ કર્યો નથી. ૧૯૯.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com