________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[૧૧૭ અલ્પકાળમાં મોક્ષ થવાનો છે માટે એ અલ્પકાળને ગૌણ કરીને સાક્ષાત્ મોક્ષ છે તેમ કહે છે. ૪૮૪.
* અહો ! જ્ઞાનસ્વભાવનું માહાત્મ્ય કેટલું છે! સામર્થ્ય કેવું છે! એનું જગતને ભાન નથી. આકાશના અનંતા પ્રદેશો છે તેમાં અહીંથી ( કોઈ જગ્યાએથી ) તેની ગણતરી કરતાં આકાશનો છેલ્લો પ્રદેશ કયો? તેનો અંત છે જ નહિ. કાળના અનંત સમયો છે તેમાં વર્તમાન સમયથી ગણતાં કાળનો છેલ્લો સમય કયો? તેનો અંત છે જ નહિ. તેમ દ્રવ્યો અનંતા છે તેની ગણતરી કરતાં છેલ્લું દ્રવ્ય કયું? તેનો અંત છે જ નહિ. તેમ એક જીવ દ્રવ્યના જ્ઞાન-દર્શન આદિ ગુણ આકાશના પ્રદેશ કરતાં પણ અનંતગુણા છે, તેમાં છેલ્લો ગુણ કર્યો? તેનો અંત છે જ નહિ. આહાહા! ગજબ વાત છે, જ્ઞાનનો પર્યાય જ્ઞેયપ્રમાણ છે ને જ્ઞેય લોકાલોક છે, જેનો પાર નથી એવા અપાર અનંતાનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જ્ઞેય બનાવનારી એક સમયની જ્ઞાનપર્યાયનું સામર્થ્ય કેટલું? તાકાત કેટલી ? એ એક સમયની પર્યાયમાં અનંતાનંત શેય-પ્રમાણ જ્ઞાનની પર્યાયના અવિભાગપ્રતિછેદ કેટલા ? એનો છેલ્લો પ્રતિછેદ કર્યો ? આહાહા! ગજબ વાત છે. સિદ્ધ થાય તેની આદિ ગણાય પણ અંત નથી. સિદ્ધ થયા તેના ભવનો અંત-છેડો તો આવી ગયો પણ તેનો પહેલો ભવ કયો? અનાદિ છે, તેની શરૂઆત છે જ ક્યાં? અંત વિનાના દ્રવ્યો છે તેનો અંત આવે કેમ ? અંત વિનાનું ક્ષેત્ર છે તેનો અંત આવે કેમ ? અંત વિનાનો કાળ છે તેનો અંત આવે કેમ ? અંત વિનાના ભાવ છે તેનો અંત આવે કેમ? આહાહા! આટલા આટલા અનંતા શૈયો છે એને જાણનાર જ્ઞાન જ્ઞેયપ્રમાણ છે. આવા અનંત પદાર્થોને શ્રુતજ્ઞાનમાં શૈય બનાવ્યા એની પર્યાયમાં વિષયોનો રસ રહી શકે નહિ. રાગ રહે પણ રાગનો રસ રહી શકે નહિ. આહાહા! આત્મવસ્તુ જ કોઈ એવી અદ્ભુત ચમત્કારિક છે કે એનું શું કહેવું ભાઈ ! ૪૮૫.
* જિજ્ઞાસુને પહેલાં એવો નિર્ણય હોય કે હું મોક્ષ પામવાને લાયક જ છું. શંકાને સ્થાન ન હોય. આયુષ્ય બંધાઈ ગયું હશે તો! એવી શંકાને સ્થાન ન હોય. મોળી-પાતળી વાત આત્માને માટે ન કરવી. અનંત ગુણોથી સમૃદ્ધ પોતે છે તેને જોવો, તું જ દેવાધિ દેવ છો તેમ લેવું. ૪૮૬.
* ભવિષ્યની પર્યાયની અપેક્ષાએ ભૂતકાળની પર્યાય અનંતમાં ભાગે છે અને ભૂતકાળની અપેક્ષાએ વર્તમાન એક સમયની પર્યાય અનંતમાં ભાગે છે અને ગુણ તો ત્રણેકાળની પર્યાયનો પિંડ છે. આમ વસ્તુ કાળે અને ભાવે એક સમયના પર્યાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com