________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[૬૭
કોણે કર્યો? –કે ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનો જેણે નિર્ણય કર્યો છે તેને ‘જે થવાનું હશે તે થશે ’ એવો સાચો નિર્ણય આવે છે. ૨૮૩.
* શરીરના નામથી પણ એવો રંગાઈ ગયો છે કે ઘોર નિંદ્રામાં પણ એનું નામ લ્યો ત્યાં બેઠો થઈ જાય! તેમ આત્મામાં એવો રંગાઈ જાય કે ચૈતન્ય જ્ઞાયકજ્યોત છું એમ સ્વપ્નમાં પણ એ જ વાત આવે. જેને જેની લગની લાગી હોય તેને સ્વપ્ના પણ એ જ આવે. અમે આનંદ ને શુદ્ધ ચૈતન્ય છીએ, પુણ્ય ને પાપ તે અમે નહીં, અમે વ્યવહારે તેને જાણનારા છીએ, ખરેખર તેના જાણનારા પણ નથી. ૨૮૪.
* (સમ્યક્ માટેનો અભ્યાસ કયાં સુધી કરવાનો ? ) કયાં સુધી કરવાનું શું? આનું આ જ કરવાનું છે, બીજું કરવાનું જ શું છે? આ જ કરવાનું છે. રાતના વખત મળે, સવારના વખત મળે તેમાં ધારણામાં દઢતા થઈ હોય એટલે ઘોલન ચાલ્યા જ કરે. આખો દિવસ આનું આ જ કરવાનું છે. નિવૃત્તિ જ છે ને! બીજું શું કરવાનું છે? ૨૮૫.
...
* શ્રોતા:- પ્રભુ! અંતરમેં કૈસે જાના વો દિખાઓ ?
પૂજ્ય ગુરુદેવઃ- અંદરમેં ઉતરે તબ અપને આત્માકી પ્રાપ્તિ હોતી હૈ. કહીં પરમેં મહિમા રહુ જાતી હૈ-મિઠાસ રહ જાતી હૈ તો અંદરમેં જા સકતે નહીં. પહલે પરકા માહાત્મ્ય ઘટના ચાહિયે તબ હી અંદરમેં જા સકતે હૈ. લેકિન અટકનેકા સ્થાન બહુત હૈ તો કહીં ન કહીં જીવ અટક જાતા હૈ. કોઈ સંયોગકી, રાગકી, ક્ષયોપશમકી, ઐસે ઐસે કોઈ વિષયકી અધિકતા રહ જાતી હૈ તો અંદરમેં જા સકતે નહીં હૈ. ૨૮૬.
* અરે ભાઈ! તારા જેવું કોઈ ધનાઢય નથી ! તારી અંદરમાં પરમાત્મા બિરાજે છે એથી વિશેષ ધનાઢયપણું શું હોઈ શકે ? આવું ૫૨માત્મપણું સાંભળતાં એને અંદરથી ઉલ્લાસ ઉછળવો જોઈએ. એની લગની લાગવી જોઈએ. એને માટે ગાંડા થવું જોઈએ. આવા પરમાત્મસ્વરૂપની ધૂન લાગવી જોઈએ. સાચી ધૂન લાગે તો જે સ્વરૂપ અંદરમાં છે તે પ્રગટ થયા વિના કેમ રહે? જરૂર પ્રગટ
થાય જ. ૨૮૭.
* પર્યાય આડી-અવળી થાય એટલે એની વ્યાખ્યા શું? મૂળ એને પુરુષાર્થ સૂઝતો નથી એટલે વાંધા આવે છે. ખરેખર તો પૂર્ણ પર્યાયે જાણ્યું છે એમ જ અહીં થાય છે–એમ નક્કી કરવા જાય ત્યાં પૂર્ણ પર્યાય જ્યાંથી નીકળી એવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com