________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
૬૬ ]
* ભગવાન આત્મા અણેન્દ્રિય હોવાથી તેની અપેક્ષાએ ભગવાન, ભગવાનની દિવ્યવાણી કે મુનિઓનાં વૃંદ બધું જ ઇન્દ્રિય છે. કેમકે તેઓ ઇન્દ્રિયનો વિષય છે. વીતરાગી દેવ એમ ફરમાવે છે કે અમે તો તારી ઇન્દ્રિયનો વિષય છીએ અને તું તારી અણેન્દ્રિયનો વિષય છે, તું તને વિષય બનાવીને જાણ તે જ અમારી સ્તુતિ છે. ૨૮૦.
* આહાહા ! શું કથન છે! વ્યવહારથી નિશ્ચય થાય છે, નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય, પૂર્વપર્યાય કા૨ણ ને ઉત્તરપર્યાય કાર્ય-એ બધાં વ્યવહારના વચન છે, એક એક સમયની પર્યાય-ચાહે તો કેવળજ્ઞાન હો, ચાહે તો નિગોદના જીવની અક્ષરના અનંતમાં ભાગની જ્ઞાનની પર્યાય હો, ચાહે તો મિથ્યાત્વ હો કે ચાહે તો રાગનો કણ હો-એ બધી પર્યાયનું અસ્તિત્વ જગતમાં, છ દ્રવ્યમાં છે પણ તે અસ્તિત્વ એવું છે કે જેમ છ દ્રવ્યસ્વરૂપ લોક છે તેમ પર્યાય પણ પોતામાં, પોતાથી, પોતાના કારણથી છે, જેમ દ્રવ્ય ને ગુણ પોતામાં, પોતાથી છે તેમ પર્યાય પણ પોતામાં, પોતાથી, પોતાના કારણથી છે. ૨૮૧.
* જીવ વિભાવ-પરિણામથી શૂન્ય છે, કયારે? -કે ત્રણેકાળ ને ત્રણેલોકમાં. અરે ! જે અનંત કાળમાં ત્રસપણું પણ પામ્યો નથી ને ભવિષ્યમાં પણ ત્રસપણું પામશે નહીં એવા નિગોદનો જીવ પણ વિભાવના પરિણામથી શૂન્ય સ્વભાવે છે. પર્યાયમાં ભલે ગમે તે પ્રકાર હો પણ જે શુદ્ધ જીવ છે એ તો આવો જ છે. ત્રણેકાળ ને ત્રણેલોકમાં જે જીવ છે તે આવો જ છે, એટલે કે વિભાવ-પરિણામથી શૂન્ય શુદ્ધ જીવ છે. વર્તમાનકાળે શુદ્ધ કે ભવિષ્યમાં થશે ત્યારે શુદ્ધ છે એમ નહીં પણ ત્રણે કાળે ભગવાનસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય આત્મા છે. ભલે પછી પાંચમો કે છઠ્ઠો આરો હો ને ભલે પછી કસાઈ થઈને ગાયોને કાપતો હોય પણ અંદર જે આત્મા છે તે આવો ભગવત્ સ્વરૂપ શુદ્ધ છે. પર્યાયમાં ગમે તેવા પરિણામ થયા પણ ભગવાન છે તે તેમાં આવતો જ નથી. કઈ દષ્ટિએ ? -પર્યાયદષ્ટિએ નહીં હો! શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિએ ત્રિકાળ આનંદકંદ પ્રભુ શુદ્ધ છે અને તે જ ભૂતાર્થ છે. ૨૮૨.
* મુખ્ય વાત તો એ છે કે ભગવાન આત્મા ત્રિકાળી વસ્તુ તરીકે તો પર્યાયથી રહિત છે છતાં પર્યાયાર્થિકનયથી તેનું જે પરિણમન છે તે ક્રમસર થાય છે, આઘી-પાછી થતી નથી; તો પછી પુરુષાર્થ કયાં રહ્યો! -કે ક્રમસર થશે એવો નિર્ણય કયારે થાય ? -પર્યાયમાં રહીને પર્યાયનો નિર્ણય ન થાય, જ્ઞાયકસ્વભાવના લક્ષે ક્રમબદ્ધનો નિર્ણય થાય અને તે જ પુરુષાર્થ છે. જે પર્યાય થવાની હશે તે થશે તેનો નિર્ણય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com