________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૦]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર છે. પ્રયોજનની સિદ્ધિ માટે તો પર્યાયને ગૌણ કરી, અવિદ્યમાન જ ગણી, ત્રિકાળી ધ્રુવસ્વભાવને મુખ્ય કરી ભૂતાર્થનો આશ્રય કરાવ્યો છે. ૨૫૧.
* ક્રમબદ્ધના છંછેડાટમાં કમબદ્ધનો છંછેડાટ નથી પણ અકર્તાપણાનો છંછેડાટ છે. જ્ઞાનસ્વભાવ અકર્તા સિદ્ધ કરીને પુરુષાર્થ કરાવવો છે. ૨૫૨.
* ભગવાન જિનેન્દ્ર સર્વજ્ઞની દિવ્યધ્વનિ આવી તેમાં સિંહનાદ આવ્યો ! શું આવ્યો! કે હે જીવ! તું સચ્ચિદાનંદ પરમાત્મસ્વરૂપ છો. પ્રભુ! તું પોતે પરમાત્મસ્વરૂપ મારી જાતનો જ છો. બકરાંના ટોળામાં સિંહ ભળી ગયો હોય તેમ શુભાશુભ ભાવમાં ભગવાન ભળી ગયો છે તેને ભગવાનનો સિંહનાદ આવ્યો કે તું મારી જાતનો ભગવાન સ્વરૂપ છો તેમ જાણ ! ૨૫૩.
* વસ્તુ મુક્ત સ્વરૂપ છે તો તેને બંધ સાથે સંબંધ કેમ થાય છે? –કે મુક્ત સ્વરૂપ વસ્તુ છે એવો તેને સ્વીકાર નથી, તેથી વસ્તુને જે બંધ સાથે સંબંધ છે તે અજ્ઞાનીના અજ્ઞાનનું માહાભ્ય છે. શેય-જ્ઞાયક સંબંધ પણ પર્યાય સાથે છે, દ્રવ્યધ્રુવને તો શેય-જ્ઞાયક સંબંધ પણ નથી. ૨૫૪.
* આત્મા પરદ્રવ્યની પર્યાય તો આઘીપાછી કરી શકતો નથી પણ પોતામાં ક્રમસર થતી પર્યાયને પણ આઘી-પાછી કરી શકતો નથી, માત્ર જાણનાર જ્ઞાતા જ છે. દયા-દાન-પૂજા-ભક્તિનો રાગ થાય તેને પરણેય તરીકે જાણે છે. આંખ દેખવા સિવાય શું કરી શકે ? તેમ જ્ઞાન જાણવા સિવાય શું કરી શકે? ૨૫૫.
* હું લાયક નથી. લાયક નથી એમ એના નકારે વાત અટકી છે. પણ એને અંદરથી એમ આવવું જોઈએ કે હું આ ક્ષણે જ પરમાત્મા થવાને લાયક છું એવો અંદરથી વિશ્વાસ આવવો જોઈએ. આ વાતની જે હા પાડે છે, અંદરથી હુકાર આવે છે, તે જીવને રાગથી છૂટો પડવાની શરૂઆત થઈ ગઈ છે, છૂટો પડતો જાય છે એટલે નૈગમનયે છૂટો પડી ગયો તેમ શાસ્ત્રમાં કહ્યું છે. ૨૫૬.
* રોગના કાળે રોગ થયા વિના રહેશે જ નહિ. ઇન્દ્ર ઉપરથી ઉતરે તોપણ રોગ થયા વિના રહેશે નહિ લે! અને રાગને કાળે રાગ પણ થયા વિના રહેશે નહિ લે! હવે તારે નજર કયાં કરવી છે? સ્વભાવ ઉપર નજર નાખવી એ જ સંતોષ અને શાંતિનો ઉપાય છે. ૨૫૭.
* પરમાત્માના ઘરમાં પેસવું છે અને હું તો પામર.. પામર... પામર.. એ બે વાતમાં મેળ નથી. પહેલી ચોટમાં હું સિદ્ધ છું, એવું લક્ષમાં લેતો નથી તેને જિજ્ઞાસુ જ કહેતાં નથી. ૨૫૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com