________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[પ૯, * જેને કેવળજ્ઞાનની પર્યાયનો મહિમા આવે, જગતના સર્વદ્રવ્યોની (જે પર્યાયો) થઈ, થાય છે, થશે એ સર્વ પર્યાયોને એક સમયમાં જાણી લે, બધા દ્રવ્યોની પર્યાયોને વર્તમાનવત્ જાણી લે, એવી જ્ઞાનપર્યાયોનું માહાભ્ય આવે તેને તેની ધૂન લાગે, અને એવી પર્યાયના ધરનાર દ્રવ્યની ધૂન લાગે, એ ધૂનમાંથી ધ્યાન થઈ જાય છે. જ્ઞાનની આવડી મોટી પર્યાય! એમ જ્ઞાનની પર્યાયની તાકાતનો ભરોંસો કરવા જાય ત્યાં તેને ધ્યાન થયા વિના રહે નહિ, –એની ધૂન પર્યાય ઉપર ન રહેતાં ગુણ ઉપર ધૂન જાય અને એમાં કેવળજ્ઞાનની પ્રત્યક્ષતા થઈ જાય. જેના જ્ઞાનની વર્તમાન એક દશામાં ત્રણકાળની પર્યાયને જાણે અહો ! આ જ્ઞાનની પર્યાયનું આટલું જોર! આટલી જોરદાર! એ જ્ઞાનગુણની ધૂન વિના એને જોર આવે જ નહીં! ૨૪૭.
* જ્ઞય-જ્ઞાન ને જ્ઞાતા એવા નામભેદ છે પણ વસ્તુમાં ભેદ નથી. અહીં સ્વતંત્રતાની–પરિપૂર્ણતાની પરાકાષ્ઠા બતાવી છે. જીવ પોતે જ્ઞય, પોતે જ જ્ઞાન ને પોતે જ્ઞાતા એવો વચનભેદ છે, કથનમાં ભેદ છે પણ વસ્તુમાં તો આવા ત્રણ ભેદ પણ નથી. પર મારું ને હું તેનો એ તો નથી, પર જ્ઞય ને હું જ્ઞાયક એમ પણ નથી પરંતુ હું શેય ને હું જ્ઞાયક એવો ભેદ પણ નથી. વસ્તુમાં શેય-જ્ઞાયક ને જ્ઞાતા એવા ત્રણ ભેદ છે જ નહીં, દષ્ટિમાં ત્રણ ભેદ જ નથી. ૨૪૮
* મુદ્દાની વાત એ છે કે ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવ હોવા છતાં તેમાં જે પર્યાય થાય છે તે ક્રમસર થાય છે. રાગની અવસ્થા હો કે સમકિતની અવસ્થા હો, પણ તે ક્રમસર થાય છે. જેમ ત્રિકાળી વસ્તુ એકરૂપ છે તેમ પર્યાયનું રૂપ ક્રમસર છે, જે સમયે જે પર્યાય થવાની તે ક્રમસર થવાની એવું તેનું રૂપ છે. જડમાં પણ જે સમયે જે પર્યાય થવાની તે થવાની અને તે કમસર જ થવાની. આત્મામાં અજ્ઞાનપણે જે પર્યાય કમસર થાય તેનો અજ્ઞાની કર્તા થાય છે, ધર્મીને જે કમસર રાગાદિ આવે છે તેનો તે કર્તા ન થતાં જ્ઞાતા જ રહે છે. ૨૪૯.
* જ્ઞાનના અચિંત્ય મહિમાનું ચિંતન સંસારના સર્વ કલેશને ભૂલાવી દે છે. અહો! આ વાત સમજીને પોતે પોતાના અંતરમાં ઉતરવા જેવું છે. પોતે પોતાનું હિત કરવા માટે આ વાત છે. ૨૫૦.
* શ્રોતાઃ- પર્યાયને દ્રવ્યથી કથંચિત્ ભિન્ન કહી છે ને?
પૂજ્ય ગુરુદેવ - આખા દ્રવ્યને પ્રમાણજ્ઞાનથી જોતાં પર્યાય કથંચિત્ ભિન્ન છે ને કથંચિત્ અભિન્ન છે એમ કહેવાય, પણ શુદ્ધનયના વિષયભૂત ત્રિકાળી ધ્રુવની અપેક્ષાથી જોતાં ખરેખર દ્રવ્યથી પર્યાય ભિન્ન જ છે. પર્યાયાર્થિકનયથી જોતાં પર્યાય દ્રવ્યથી અભિન્ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com