________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર એમ સર્વ તત્ત્વો છે ખરા, પણ તેમાં સારરૂપ એક જ તત્ત્વ-ત્રિકાળી તત્ત્વ છે. શ્રી સમયસારની ૧૧મી ગાથામાં પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કહી છે, પર્યાયનો અભાવ છે એમ નથી. નિયમસાર શ્લોક ૫૪મા પણ સર્વ તત્ત્વો” એમ શબ્દ વાપર્યો છે, પર્યાય છે એમ સિદ્ધ કરીને કહ્યું કે તેમાં સાર એક ત્રિકાળી તત્ત્વ જ છે. અલિંગગ્રહણના ૨૦માં બોલમાં ધ્રુવને સ્પર્શતો નથી એવી શુદ્ધ પર્યાય તે આત્મા છે એમ કહ્યું, ત્યાં વેદનની અપેક્ષાએ કહ્યું છે, કેમ કે આનંદનું વેદન પરિણતિમાં છે, ત્રિકાળીનું વેદન થતું નથી. તેથી વેદનમાં આવ્યો તે હું એમ કહ્યું છે. જ્યાં જે આશય હોય તે સમજવો જોઈએ. અહીં સમ્યગ્દર્શનની વાત છે, સમ્યગ્દર્શનનો વિષય જે ત્રિકાળી ધ્રુવસામાન્ય તે એક જ સર્વ તત્ત્વોમાં સાર છે. આત્મવસ્તુ પોતે ધ્રુવ છે અને તેના ઉપર લક્ષ જતાં સમ્યગ્દર્શન થાય છે. ૨૪૪.
* શુભરાગ અસંખ્ય પ્રકારનો છે તથા અશુભના પણ અસંખ્ય પ્રકાર છે, તે બધોય જીવને નથી. આમ તો દસમા ગુણસ્થાન સુધી રાગ છે ને અહીં રાગ જીવને નથી તેમ કહ્યું છે કેમ કે જીવના સ્વરૂપમાં તો રાગ છે જ નહીં પણ સ્વરૂપની દષ્ટિ કરતાં જે અનુભૂતિ થાય છે તેમાં પણ રાગનો અભાવ છે. દસમા ગુણસ્થાને રાગ છે તેમ કહીને પર્યાયની સ્થિતિનું જ્ઞાન કરાવ્યું છે. પરંતુ અહીં તો વસ્તુની સ્થિતિની વાત છે, વસ્તુસ્વરૂપ કેવું છે તે કહીને વસ્તુની દષ્ટિ કરાવી છે તેથી રાગ જડમાં છે, પુદ્ગલના પરિણામ છે, અચેતન છે, તેમાં ચેતનપણું નથી તેથી તે જીવમાં નથી, જીવના નથી. જીવના આશ્રયે અનુભૂતિ થાય છે તે રાગથી ભિન્ન પડીને થાય છે, જો રાગ જીવનો હોય તો તે ભિન્ન પડે નહીં. ૨૪૫.
* દરેક પદાર્થની ભૂતકાળની પર્યાયો અને ભવિષ્યકાળની પર્યાયો વર્તમાનમાં અવિદ્યમાન-અપ્રગટ હોવા છતાં સર્વજ્ઞભગવાન વર્તમાનવત્ પ્રત્યક્ષ જાણે છે. અનંતકાળ પહેલાં થઈ ગયેલ ભૂતકાળની પર્યાયો અને અનંતકાળ પછી થનારી ભવિષ્યની પર્યાયો અવિદ્યમાન હોવા છતાં કેવળજ્ઞાન વર્તમાનવત્ પ્રત્યક્ષ જાણે છે.
આહાહા! જે પર્યાયા થઈ ગઈ છે અને જે થઈ નથી એવી ભૂત-ભવિષ્યની પર્યાયોને સર્વજ્ઞ દ્રવ્યમાં યોગ્યતારૂપ જાણે છે એમ નહિ પણ તે તે પર્યાયો વર્તમાનવત્ પ્રત્યક્ષ હોય તેમ જાણે છે. એ સર્વજ્ઞના જ્ઞાનની દિવ્યતા છે. ભૂતભવિષ્યની અવિદ્યમાન પર્યાયો કેવળજ્ઞાનમાં વિદ્યમાન છે. આહાહા ! એક સમયની કેવળજ્ઞાનની પર્યાયની આવી વિસ્મયતા અને આશ્ચર્યતા છે. આખા દ્રવ્યના સામર્થ્યની વિસ્મયતા અને આશ્ચર્યતાનું કહેવું શું? ૨૪૬.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com