________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૧૯૯ છે, અપાત્ર છે “–એમ ભગવાન તરફથી અપમાન થયું એના જેવું બીજું અપમાન કયું છે? ભલે દુનિયા તને માને પણ તેથી શું? ૮૭૫.
* ભગવાન આત્મા અનંત અનંત જ્ઞાન-દર્શન આદિ ગુણલક્ષ્મીની ભરેલો છે, તેના અસ્તિપણાની–તેની હયાતીની કબૂલાત નહિ, વિશ્વાસ નહિ અને જેમાં પોતે નથી એવા અલ્પજ્ઞતા અને રાગમાં પોતાની અતિ માનવી, ક્યાતી માનવી એ જ અજ્ઞાન છે અને તે જ બંધનું કારણ છે. પોતાના સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવનો સ્વીકાર નહિ અને રાગના એક અંશનો સ્વીકાર તે અજ્ઞાન જ બંધનું કારણ છે. બીજું જાણપણું ન કર્યું તેથી અજ્ઞાન છે તેમ ન કહ્યું પણ પોતાના સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવને ન જાણો તે જ અજ્ઞાન અને બંધનું કારણ છે તેમ કહ્યું. ૮૭૬.
* એક વિચાર આવ્યો હતો કે સરકારી નોકરોને ૫૫-૫૬ વર્ષે નોકરીથી ઉતારી દે છે તો આ શેઠીયાઓને એવો કોઈ ફાયદો નહિ હોય કે પપ-પ૬ વર્ષે ધંધાથી છૂટા થઈને પોતાના આત્માનું કાંઈક હિત કરે? આહાહા! રોટલા ખૂટે એમ ન હોય, પાછળ પૈસાનો પાર ન હોય છતાં પણ નિવૃત્તિ લઈને પોતાના આત્માનું કાંઈ હિત કરતા નથી, તેને મરીને કયાં જવું છે? અરે ! ૬૦-૭૦ વર્ષ સુધી નવરાં થતાં નથી તો મરીને કયાં જવું છે? અરે! મમતાના પરિણામમાં મરીને તિર્યંચ બકરી આદિના પેટે અવતાર થશે!
શ્રીમદ્ રાજચંદ્ર તો કહે છે કે મુમુક્ષુઓને આજીવિકા પૂરતું મળતું હોય તો વિશેષ પ્રવૃત્તિ ન કરવી; આ તો રોટલા મળતા હોય તો ય માથે પોટલા બાંધે ! અરેરે! જવું છે કયાં? જીવન થોડું ને આ શું કરો છો ભાઈ ! આવો મનુષ્યભવ મળ્યો છે ને આવા સત્ સમજવાના ટાણાં છે તો ચાર-છ-આઠ કલાક વાંચનશ્રવણ-મનન સમાગમ કરીને તારા આત્માનું કાંઈ હિત કરીને માનવ-ભવ સફળ કર. ૮૭૭.
* અહો કેવળજ્ઞાન લેવામાં કેટલી ધીરજ, ક્ષમા અને સમતા હોય ત્યારે કેવળજ્ઞાન થાય! નીચે પણ કેટલો નિશ્ચિત હોય! કેટલી ધીરજ હોય! દ્રવ્યને પહોંચવામાં કેટલી ધીરજ હોય ત્યારે પહોંચી શકે છે. બહારથી બહેરો, બહારથી મૂંગો અને બહારથી આંધળો થઈ જાય છે. ૮૭૮.
* નરકમાં ભયંકર દુઃખોમાં એક ક્ષણ જવી પણ વસમી પડે ત્યાં સાગરોપમ કાળના આયુષ્ય કેમ પૂરાં થયાં હશે? પ્રભુ! ભવભ્રમણાના અભાવનો તે કદી પ્રયત્ન કર્યો નહીં તેથી એવા અસહ્ય દુઃખો તે સાગરોપમ સુધી અનંતવાર ભોગવ્યાં. નરકનાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com