________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨OO]
[ દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર દુઃખો કરોડો જીભે ને કરોડો ભવમાં ન કહી શકાય એવા દુઃખો તે સહન કર્યા. પ્રભુ! જે દુ:ખો સાંભળ્યા જાય નહીં ત્યાં અનંત અનંત કાળ ગાળ્યો. અનંતકાળે એકવાર મનુષ્યભવ મળે તોપણ અનંતવાર મનુષ્યભવ મળ્યો ને તેના કરતાં અસંખ્ય ગુણા અનંતા નરકના ભવ તે કર્યા, ત્યાં અસહ્ય દુઃખો તે સહન કર્યા, તેનો ગંભીરતાથી વિચાર તો કર બાપુ ! ૮૭૯.
* બેનનાં (બહેનશ્રીનાં) વચનામૃતમાં આવે છે કે હે જીવ! તને ક્યાંય ન ગમે તો તારો ઉપયોગ પલટાવી નાખ, જગતમાં કયાંય ગમે તેવું નથી, એક આત્મામાં ગમે તેવું છે માટે ત્યાં ઉપયોગ લગાવી દે. પ્રવચનસારમાં તો કહે છે કે શુભ-અશુભ બન્ને ભાવ દુઃખરૂપ છે. અશુભના ફળમાં નરક અને શુભના ફળમાં સ્વર્ગના ભોગ મળે પણ એ ભોગમાં લક્ષ જાય એ ભાવ પણ અશુભ હોવાથી દુઃખ છે. તેથી અશુભનું ફળ નરક ને શુભનું ફળ સ્વર્ગ ત્યાં પણ દુઃખ જ છે તો શુભઅશુભના ફળમાં ફેર કયાં રહ્યો? એ બન્ને દુઃખના કારણ છે તો એ શુભને ઠીક કેમ કહેવાય? પ્રભુ! જેના ફળમાં દુઃખ છે એવા શુભ તને રુચે છે કેમ? ૮૮૦.
* અતીન્દ્રિય આનંદ સ્વરૂપ નિજ આત્મામાં એકાગ્રતા કરવાવાળો જીવ સ્વતઃ પોતામાં એકાગ્રતા કરે છે. સ્વતઃ સેવા કરે છે. તેમાં તેને અન્ય દ્રવ્યોની મદદની જરૂર નથી. અન્ય દ્રવ્યો જ્ઞાનમાં જણાય તો ભલે જણાય પણ તે મને જરાય હિતકારક નથી. આવો પહેલાં નિર્ણય જોઈશે. નિર્ણયની ભૂમિકા યથાર્થ થયા વિના હિતનો પંથ હાથ આવે તેમ નથી. માટે પ્રથમ યથાર્થ નિર્ણય કરો. ૮૮૧.
* આવો ઉત્તમ યોગ ફરી કયારે મળશે? જો આ ભવ વ્યર્થ ગુમાવ્યો તો ફરી આવો ઉત્તમ યોગ કયારે મળશે? તું વિપરીત માન્યતા છોડવા માટે મરણિયો પ્રયત્ન કર. મરીને પણ તું પ્રયત્ન કરે એટલે કે ગમે તેવા પ્રસંગો હોય મિથ્યાત્વ છોડવાનો ઉગ્ર પ્રયત્ન કર. શાતા-અશાતામાં તું રોકાઈ ગયો પણ એ તો તારાથી ભિન્ન છે. હમણાં અનુકૂળતા નથી માટે પછી પ્રયત્ન કરીશ-એમ તું અટકી ગયો પણ શાતાઅશાતાથી તો તું ભિન્ન છો. શરીરમાં રોગ-નિરોગ હો પણ તે તો તારાથી ભિન્ન છે. અરે! શુભાશુભ ભાવોથી પણ તું ભિન્ન છો. શુભાશુભ ભાવો તો આકુળતામય છે. ભગવાનની ભક્તિ-પૂજા-સ્મરણ કે શાસ્ત્રરચના-વંદના એ બધાં શુભભાવો તો આકુળતામય છે, પ્રભુ તો તેનાથી ભિન્ન નિરાકુળ જ્ઞાયકપ્રભુ છે. ૮૮૨.
* લોકો જાણે કે બહારમાં ફેરફાર કરી નાખીએ ને બહારના સંયોગ ભેગાં કરીને તેમાંથી સુખ મેળવી લઈએ, પણ અરે ભાઈ ! તારું સુખ સંયોગમાં નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com