________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર મંદ થઈ જાય; એને સ્વચ્છંદ થાય જ નહિ. ભલે લડાઈ–ભોગના પરિણામ હોય છતાં અનંતાનુબંધી કષાય નથી અને મિથ્યાદષ્ટિ ત્યાગી થયો હોય છતાં અનંતાનુબંધી તીવ્રકષાયી છે. ૮૭).
* બાહ્યબુદ્ધિ છોડાવવા, અંતરબુદ્ધિ કરાવવા, દ્રવ્યાનુયોગ છે. તારા અંતરમાં આનંદ છે-એમ શ્રદ્ધા કર. ભાઈ ! તું આત્મા છો. તારો આત્મા આનંદ સ્વભાવથી ખાલી ન હોય. સમ્યગ્દર્શન એટલે મારામાં જ આનંદ ભર્યો છે એવી શ્રદ્ધા કરાવવા જ દ્રવ્યાનુયોગ છે. ૮૭૧.
* જીભ ગમે તેટલા ચીકણા પદાર્થને ગ્રહે છે તોપણ પોતે લુખી રહે છે. તેમ જ્ઞાની સંયોગોના ગંજમાં ઊભો હોય છતાં લુખો રહે છે. જેમ કમળ દિવસ-રાત જળમાં રહે છે પરંતુ જળને સ્પર્શતું નથી તેમ જ્ઞાની સંયોગોની મધ્યમાં રહેવા છતાં લેપાતો નથી. સોનું કાદવમાં રહ્યાં છતાં તેને કાટ લાગતો નથી તેમ જ્ઞાની સંયોગોમાં રહ્યા છતાં તેને પરમાં એકતાબુદ્ધિ થતી નથી. ૮૭૨.
* શ્રોતા:- ન્યાલ થઈ જાય એવી વાત છે.
પૂજ્ય ગુરુદેવ - ન્યાલ શું? અંતર્મુહૂર્ત મોક્ષ થાય એવી વાત છે. બહુ તો સાધક થયો એટલે અસંખ્ય સમયે તો મોક્ષ લીધે જ છૂટકો. ૮૭૩.
* સ્વાનુભૂતિના કાળે અનંત ગુણસાગર આત્મા પોતાના જ્ઞાન-આનંદ આદિ અનંત ગુણોની ચમત્કારીક સ્વાભાવિક પર્યાયોમાં રમતો પ્રગટ થાય છે. આહાહા ! ઈન્દ્રના ઇન્દ્રાસનમાં પણ જેની ગંધ નથી એવા આનંદથી રમતો પ્રગટ થાય છે. અનુભૂતિના આનંદની દશા કોઈ અદ્દભુત છે, વચનાતીત છે. આવી દશા પ્રગટ થતાં આખું જીવન પલટી જાય છે. રાગ અને કષાયના વેદનનું જીવન હતું તેનાથી રહિત ભગવાન આત્માના આનંદનું વેતન આવ્યું એ દશાનું જીવન અભુત છે. દુઃખની દશાનું જીવન હતું તે પલટીને આનંદ ને શાંતિનું જીવન થઈ જાય છે. આનંદમય અનુભૂતિમાં બાર અંગનો સાર આવી જાય છે. ૮૭૪.
* અહા ! આ વાત બીજે મળવી મુશ્કેલ છે. બાપુ! શું કહીએ? આ તો માન મૂકી દેવાની વાતો છે. કોનાં માન ને કોના અપમાન? તારું માન તો તારી ચીજમાં છે. આવે છે ને! – “લહી ભવ્યતા મોટું માન, કવણ અભવ્ય ત્રિભુવન અપમાન' – ત્રણલોકના નાથ એમ કહે કે- “આ સમકિતી છે, એણે આત્માને જાણો છે.” એ ત્રણલોકના નાથનું માન મળ્યું, હવે તારે બીજા કોનું માન જોઈએ છે? અને ત્રણલોકના નાથ એમ કહે કે- “આ અજ્ઞાની છે, રાગનો આદર કરનાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com