________________
[૧૯૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
* સંયોગને અને રાગને જે મારા માને છે તે પ્રાણી રાજા હો કે દેવ હો પણ તે પામર પ્રાણી છે, ભિખારી છે. (૬૧.
* સિદ્ધગતિ કરતાં પણ તારા દ્રવ્યની મહત્તા અનંતગુણી છે.
ત્રણલોકનો નાથ ઈ છે પણ એણે એને રોકો માની લીધો છે. ભાઈ ! સને જેમ છે તેમ સ્વીકાર તો ઈ તને જવાબ આપશે. ૮૬૨.
*. અહો! નિમિત્તથી અમારે કામ નથી, રાગથી અમારે કામ નથી, પરંતુ ક્ષયોપશમથી પણ અમારે કામ નથી. ગજબ વાત છે ને! સ્વરૂપમાં સ્થિરતાનો જ પ્રયત્ન એક કર્તવ્ય છે. ૮૬૩.
* મન-ઇન્દ્રિયથી જે જ્ઞાન થયું એની પણ જીવને અધિકતા રહે છે. આના કરતાં મને વધારે જ્ઞાન છે એમ ઈ મન-ઇન્દ્રિયથી થતાં જ્ઞાનથી પોતાની અધિકતા વેદે છે. પણ આ તો મરી જાય-મન-ઇન્દ્રિયથી જે જ્ઞાન થાય એનાથી પણ મરી જાય ત્યારે (આત્મહિત ) થાય એવું છે. ૮૬૪.
* દષ્ટિ અપેક્ષાએ તો ચારિત્રની પર્યાયની પણ ગૌણતા છે. તેની ઉપર પણ વજન નથી. દષ્ટિએ તો પરિપૂર્ણ વસ્તુનો કબજો લઈ લીધો છે, છતાં પ્રગટ કરવાની અપેક્ષાએ ચારિત્રનો ભાવ પણ આવે છે પરંતુ તેની ઉપર જોર નથી. દષ્ટિની અપેક્ષાએ તો પર્યાયમાત્રની ગૌણતા છે, પર્યાયમાત્ર અભૂતાર્થ છે, તેથી હેય છે. ૮૬૫.
* હે માતા! મને કયાંય ચેન પડતું નથી, મારી ચેનવાળી વસ્તુ મને જડી ગઈ છે, અમારી ચેનવાળી વસ્તુને અનુભવવા અમે જંગલમાં જઈએ છીએ. જ્યાં મનુષ્યનો પગરવ પણ ન હોય ત્યાં અમે જઈશું. તને રોવડાવીએ છીએ પરંતુ બીજી માતાને હવે નહિ રોવડાવીએ. ૮૬૬.
* ભગવાન સર્વજ્ઞનો પોકાર છે કે નિજ ઘરનાં નિધાનમાં જા, બીજા બધા થોથા છે. ૮૬૭.
* અધ્યાત્મકી બાત હૈ બહોત થોડી, લેકિન ઉસકી મહિમા બહોત બડી હૈ. ૮૬૮.
* કોઈ આકરી પ્રતિકૂળતા આવી પડે, કોઈ આકરાં કઠોર મર્મ-છેદક વચન કહે તો શીઘ્ર દેહમાં સ્થિત પરમાનંદ સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરીને દેહનું લક્ષ છોડી દેવું. સમતાભાવ કરવો. ૮૬૯. * અરે! મારામાં પર કે રાગ કાંઈ નથી એવા ભાનમાં તો કેટલો કષાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com