________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬ ]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
* ચૈતન્યમૂર્તિ સત્ય સાહેબનું અસત્ય વિકારી રાંકા ભાવોમાં પ્રસરવું, વ્યાપવું અશકય છે. આત્મભગવાનનું સંસારભાવોમાં વ્યાપવું અશકય જ છે. અદ્ધર અદ્ધરથી જ કૃત્રિમ પુણ્ય-પાપ ઊપજે છે ને અદ્ધરથી જ નાશ થાય છે એને આત્માનો આશ્રય મળતો નથી. ૮૫૨.
* એક બાજુ દૃષ્ટિની અપેક્ષાએ કહે કે કેવળજ્ઞાન ભી કરના નહીં હૈ, હો જાતા હૈ ઔર ચરણાનુયોગકા કથન ચલતા હૈ વહાં વહુ નેમેં આતા હૈ કિ ૨૮ મૂલગુણકોં મુનિ પાલતે હૈં. તો વાં જૈસા હૈ વહાં પૈસા સમજ લેના ચાહિયે.
* ૨૮ મૂળગુણ પણ રાગ છે, તેને પાળવાનું કહેવામાં આવે પરંતુ તે સહજ હોય છે. રાગને હું પાળું અર્થાત્ રાગની રક્ષા કરવા જતાં મિથ્યાદષ્ટિ થઈ જાય છે. ૮૫૩.
* જેમ પાંચસો ધનુષ્યની કાયાવાળા મોટા માણસના પગનો અંગૂઠો વાળથી બાંધેલ હોય એને કાંઈ બંધન કહેવાય ? તેમ ચૈતન્ય શક્તિ સ્વભાવના સામર્થ્ય પાસે ચારિત્રગુણની એક ક્ષણની વિકારી પર્યાયનું બંધન એ તે કાંઈ બંધન કહેવાય ? ૮૫૪.
* સમ્યગ્દર્શન એટલે તો ભાઈ! આખો પરમાત્મા દૃષ્ટિમાં બેસી ગયો. ૮૫૫. * આ ગોળો રાગથી છૂટો પડી ગયો પછી એક્લો જાણનાર જ છે. પછી દષ્ટિ તો અંતર્મુખમાં જ કામ કર્યા કરે છે, અને રાગ તો બહિર્મુખ રહી ગયો.
અંતર્મુખ થતાં બહિર્મુખનું જ્ઞાન રહે છે પણ પરિણમન તો અંતર્મુખમાં નિરંતર વહ્યા જ કરે છે. ૮૫૬.
* આ તો એવી વાત છે કે સાદિ-અનંત આનંદ આનંદ થઈ જાઈ અને સંસાર અનાદિ–સાંત થઈ જાય છે. એનું ફળ મહાન છે, તો એનું કારણ પણ મહાન છે તો એનો આધાર પણ મહાન છે એમ એને પ્રથમ નિઃશંકપણે ભાસવું જોઈએ. પછી અંતરમાં પ્રયોગ થાય. ૮૫૭.
* હે ભગવાન! આપને તો ચૈતન્યકા ભંડાર ખોલ દિયા. ઉસકે પાસ કૌન ઐસા હૈ જિસકો ચક્રવર્તીકા વૈભવ ભી તરણા જૈસા ન લગે ? ૮૫૮.
* અહો ! શ૨ી૨ને માથે પ્રહાર પડતાં હોય અને અંદર આત્મામાં શાંતિનું વેદન ચાલતું હોય છે. દુનિયા દેખે કે દુઃખી છે, જ્ઞાની દેખે કે સુખી છે. ૮૫૯.
* એકલા શાસ્ત્ર-અભ્યાસમાં જ જે લાગી રહ્યો છે તેને સ્વભાવમાં આવવા શાસ્ત્રાભ્યાસનો નિષેધ કર્યો છે. પણ તે સાંભળીને કોઈ અપઢ સ્વભાવમાં તો જઈ શકતો નથી અને શાસ્ત્રાભ્યાસમાં પ્રવર્તતો નથી તો તે તો નિશ્ચયાભાસી છે. ૮૬૦.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com