________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[૧૯૫ * ધીરો થઈને જ્ઞાનને જરા વિચારમાં રોક, જેને ભૂલવું છે, જેને મૂકવું છે, જેને છોડવું છે, તેને બધાને ભૂલીને વિચાર કર. ગમે ત્યારે પરને તો તારે છોડવાનું જ છે તો અત્યારે જ એને ભૂલીને તું તને સંભાળ. ૮૪૭.
* અહો! ભગવાનના વિરહ અહીં પડ્યા ને તત્ત્વની વિપરીત શ્રદ્ધાઆચરણવાળાને રોકનાર કોઈ રહ્યું નહિ. વસ્તુ અંતરની છે ને લોકો બાહ્ય ક્રિયાકાંડમાં ચડી ગયા! ભાઈ ! અમે તો વસ્તુનું સ્વરૂપ જે સત્ય છે તે કહીએ છીએ, એથી વિપરીત શ્રદ્ધાવાળાને ન રુચે તો માફ કરજો. ભાઈ ! વિપરીત શ્રદ્ધાના ફળ બહુ આકરાં છે તેથી તો શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે કે અમારા દુશ્મનને પણ દ્રવ્યલિંગ ન હો! અમારે વ્યક્તિગત કોઈની સાથે વિરોધ નથી. તે બધા પણ દ્રવ્યસ્વભાવે તો પ્રભુ છે. એથી દ્રવ્યું તો તેઓ સાધર્મી છે. તેથી અમને સમભાવ છે. ૮૪૮.
* જ્ઞાયકને ભજતાં કોઈ દી કોઈ પાછા પડ્યા છે? પાછા પડે એમ બને જ નહિ, એમ વીરવાણી કહે છે. એકલો ભગવાન જ્ઞાનાનંદ સ્વભાવ છે એ ભગવાનનું મૂલ્ય છે, એક સમયની પર્યાયનું પણ મૂલ્ય નથી. ત્રિકાળી ભગવાન મૂલ્યવાન છે એના મૂલ્ય છે. જ્ઞાનમાં એના સંસ્કાર નાખ! તેનું ફળ તને આવશે, મુંઝાવા જેવું નથી. ભાઈ ! જન્મ-મરણ રહિત થવાની વાતો બહુ અલૌકિક છે. ૮૪૯.
* આખા સિદ્ધાંતનો સારમાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ જવું તે છે. શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે ને “ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.” જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે. અહો ! ભાગ્યશાળી હશે તેને આ તત્ત્વનો રસ આવશે અને તત્ત્વના સંસ્કાર ઊંડા ઊતરશે. ૮૫૦.
* સંસારમાં રખડતાં રખડતાં અનંતવાર મનુષ્યદેહ પામીને આત્માના ભાન વિના મર્યો, પણ આત્મા શું છે તેની વાત જાણી નથી; કદી આત્માનો યથાર્થ વિચાર પણ કર્યો નથી, તેથી અહીં તેનો મહિમા બતાવતાં કહે છે કે બહારની ચિંતા ટાળીને જેઓ આત્માના સ્વરૂપમાં ઠર્યા છે તેઓ તો કરવાયોગ્ય કાર્ય જ કરી બેઠા છે, તેમની શું વાત ! પણ જગતની ચિંતા છોડીને જેને આત્માની ચિંતાની પકડ પણ થઈ કે અહો ! મારા આત્માને મેં અનંતકાળથી ઓળખ્યો નથી, અનંતકાળમાં કદી આત્માનું ધ્યાન કર્યું નથી, આત્માને ભૂલીને બાહ્ય પદાર્થોની ચિંતામાં જ રખડયો છું, માટે સત્સમાગમે આત્માને જાણીને તેનું જ ધ્યાન કરવા યોગ્ય છે. –આવી આત્માની ચિંતાનો પરિગ્રહ કરે-પકડ કરે-તેનું જીવન પણ પ્રશંસનીય છે. ૮૫૧.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com