________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[૧૫ પ્રભુ પડયો છે તેને તું આજે જ દેખ! આજે જ સ્વીકાર કર ને હા પાડ! હા પાડતાં હાલત થઈ જાય તેવો તું પૂર્ણાનંદનો નાથ છો. ૬૬.
* ચૈતન્યમૂર્તિ આત્મા પરમાનંદસ્વરૂપ છે, તેના ધ્યાન સિવાયનું બીજું બધું ઘોર સંસારનું મૂળ છે. આહાહા ! આકરી વાત છે ભાઈ ! અશુભ રાગ તો ઘોર સંસારનું મૂળ છે જ પણ અહીં કહે છે કે આત્મધ્યાન સિવાયનું બીજું બધું ઘોર સંસારનું મૂળ છે એટલે કે શુભભાવો અનેક પ્રકારના છે તે પણ ઘોર સંસારનું મૂળ છે. આત્મધ્યાન તે મોક્ષનું મૂળ છે તો તેની સામે આત્મધ્યાન સિવાયનું બીજું બધું ઘોર સંસારનું મૂળ છે. દયા-દાન-પૂજા-પઠન-પાઠન-વ્રત આદિ અનેક પ્રકારના શુભભાવો છે તે બધાય ઘોર સંસારનું મૂળ છે. ૬૭.
* સવિકલ્પદશા વખતે જ હું દ્રવ્યસ્વભાવે નિર્વિકલ્પ સહજ પરમતત્ત્વ છું એમ જેને પર્યાયમાં સ્વીકાર આવ્યો ત્યાં તે જીવને ભાવકર્મનું કર્તા-ભોક્તાપણું છૂટી ગયું ને તેનો માત્ર જ્ઞાતા રહી ગયો. એ રીતે ભાવકર્મનું કર્તા-ભોક્તાપણું છૂટી જતાં તે જીવને દ્રવ્યકર્મનો પણ વિરોધ થઈ જાય છે ને દ્રવ્યકર્મ અટકી જતાં સંસારનો પણ નિરોધ થઈ જાય છે. એક અખંડ જ્ઞાયકભાવનો સ્વીકાર આવતાં સંસાર અટકી જાય છે. ૬૮.
* મોક્ષમાર્ગની પર્યાય જેટલો તું નથી પણ પરમાત્માની પર્યાય-પૂર્ણ પર્યાય જેટલો પણ તું નથી. નિર્વિકલ્પ ત્રિકાળી ધ્રુવ વસ્તુ તે તું છો. પરમ પારિણામિક સ્વભાવભાવ ધ્રુવ વસ્તુ તે નિજ પરમાત્મા છે. આત્મા સ્વયં પરમાત્મા છે. નિશ્ચયમોક્ષમાર્ગની પર્યાય આત્માની છે તેમ ઉપચારથી કહેવાય છે. ૬૯.
* ઉત્પાદ-વ્યય વિના કા ધ્રુવ આત્મા, ઓ હી વાસ્તવિક આત્મા હૈ. એક સમયકા ધ્રુવ ઓ હી સચ્ચા આત્મા હૈ, વાસ્તવિક આત્મા હૈ. એક સમયકી શુદ્ધ પર્યાય ઓ વાસ્તવિક આત્મા નહીં એટલે અવાસ્તવિક હુવા. અવાસ્તવિક ઓ હી પરદ્રવ્ય હુઆ, ઈસસે પરભાવ કહા, હય કહા. ૭).
* વીતરાગદેવ ફરમાવે છે કે તું પરમાત્મસ્વરૂપ જ છો એમ દષ્ટિ કર. પ્રભુ! સર્વજ્ઞદેવ કહે છે કે મારા સ્વભાવમાં ને તારા સ્વભાવમાં આંતરો-તફાવત છે જે નહીં. વ્યક્તરૂપે અમને જે દશા પ્રગટ થઈ છે તેવો જ તું છો. પ્રભુ! મારા ને તારા સ્વભાવમાં કાંઈ ફેર નથી પણ તારા સામર્થ્યની તને ખબર નથી ભાઈ ! ૭૧. * વસ્તુ પરમાત્મસ્વરૂપ છે. આત્મા પોતે જ પરમાત્મસ્વરૂપ છે. પોતે જ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com