________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૧૪]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર જીવને અમે જીવ કહીએ છીએ. બીજી રીતે કહીએ તો બંધપર્યાય તો આશ્રય કરવા લાયક નથી પણ નિશ્ચય મોક્ષમાર્ગ પણ આશ્રય કરવા લાયક નથી. બંધ-મોક્ષથી રહિત વસ્તુ આશ્રય કરવા લાયક છે. મોક્ષમાર્ગની પર્યાય તે વ્યવહાર જીવ છે. પર્યાય તે વ્યવહાર હોવાથી પર્યાયવાળો જીવ તે વ્યવહાર જીવ છે અને દ્રવ્ય તે નિશ્ચય જીવ છે. ૬૨.
* શ્રોતા:- ત્રિકાળી નિષ્ક્રિય ચૈતન્ય તે જ પરમાર્થ જીવ છે. બંધ-મોક્ષ પર્યાયને કરે તે તો વ્યવહા૨ જીવ છે. તો કેટલા પ્રકારના જીવ છે?
પૂજ્ય ગુરુદેવઃ- બે પ્રકારના જીવ છે, એક ૫૨માર્થ જીવ છે ને બીજો વ્યવહાર જીવ છે. ૫૨માર્થ જીવ તો ત્રિકાળી નિષ્ક્રિય મોક્ષસ્વરૂપ જ છે અને બંધ-મોક્ષરૂપે પર્યાય પરિણમે છે તે વ્યવહા૨ જીવ છે. ૬૩.
* શુદ્ધ નિશ્ચયનયથી મુક્તિમાં અને સંસારમાં તફાવત નથી. આહાહા! કાં પૂર્ણાનંદની પ્રગટતારૂપ મુક્ત દશા અને કયાં અનંત દુઃખમય સંસાર પર્યાય! છતાં તે મુક્તિમાં અને સંસારમાં તફાવત નથી તેમ શુદ્ધતત્ત્વના રસિક પુરુષો કહે છે. કેમ કે સંસાર પણ પર્યાય છે અને મુક્તિ પણ પર્યાય છે. એ પર્યાય આશ્રય કરવા લાયક નથી એ અપેક્ષાએ મુક્તિમાં ને સંસારમાં તફાવત નથી તેમ શુદ્ધતત્ત્વના રસિક પુરુષો એટલે શુદ્ધતત્ત્વના અનુભવી પુરુષો કહે છે. નિયમસાર ગાથા ૫૦મા કહે છે કે શુદ્ધ નિશ્ચયના બળે ઉદય ભાવો તો હૈય છે જ પણ ઉપશમ આદિ ભાવની નિર્મળ પર્યાય છે તે પણ હૈય છે. શુદ્ધ નિશ્ચયના બળે ચારે ભાવ હૈય છે તેમ કહ્યું છે. અહીં કહે છે કે મુક્તિમાં ને સંસારમાં તફાવત નથી તેમ શુદ્ધતત્ત્વના રસિક એટલે અનુભવી પુરુષો કહે છે. ૬૪.
* શ્રોતાઃ- એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ અને દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ જ થાય એ ઉપર આપ બહુ ભાર આપો છો તો એ સમ્યગ્દર્શનનું કારણ છે?
પૂજ્ય ગુરુદેવઃ- હા, એ તો મૂળ ચીજ છે. આ બે વાતનો નિર્ણય થતાં દષ્ટિ દ્રવ્ય તરફ વળે છે. ૬૫.
* હે ભવ્ય! તું શરીરને ન જો! રાગને ન જો! એક સમયની પર્યાયને ન જો! તારી પાસે તારો પૂર્ણાનંદ પ્રભુ પડયો છે તેને જો! અરે ભગવાન! તું પૂર્ણાનંદ સ્વરૂપ સમીપમાં જ પડયો છે તે દૂર કેમ રહી શકે! એમ દિગમ્બર સંતોની વાણી મારફાડ કરતી-ઝબકારા કરતી આવે છે કે તારી સમીપ પૂર્ણાનંદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com