________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ]
[૧૩
નથી. તીર્થંકરગોત્ર કર્મને પણ ઝેરનું ઝાડ કહ્યું છે; અને જે ભાવે તીર્થંકગોત્ર બંધાય એ ભાવ પણ ઝેર છે, વિષકુંભ છે. તીર્થંકરના અવતારને ઝેરનું ફળ કહે એ તો તીર્થંકર કહી શકે. ઝેરના ફળમાંથી ઝેર ઝરે ને અમૃતના ફળમાંથી અમૃત ઝરે. આહાહા ! તીર્થંકરની તો જાત જુદી છે છતાં તીર્થંકર જેવાની પણ આ સ્થિતિ છે! આહાહા ! જન્મ લેવા જેવો નથી. ૫૯.
* જુઓ એક વિચાર સવારે આવ્યો હતો. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, એની કેવળજ્ઞાન આદિ પાંચ પર્યાયો છે. કેવળજ્ઞાન પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે, તેમ મતિજ્ઞાન પણ પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે, ૫૨ના કાર્યને પણ વ્યવસ્થિત જાણે છે. તેમ શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન પણ પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે અને પરના કાર્યને પણ વ્યવસ્થિત જાણે છે. વ્યવસ્થિત જાણવું એ જ એનો સ્વભાવ છે. આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ છે એટલે એની પર્યાય, ગુણ અને દ્રવ્ય બસ જાણનાર જ છે, ફેરફાર કરનાર નથી. પોતામાં પણ કાંઈ ફેરફાર કરવો નથી. જેમ વ્યવસ્થિત કાર્ય થાય છે તેમ જાણે છે. આહાહા ! જુઓ તો ખરા! વસ્તુ જ આમ છે. અંદરમાં તો ખૂબ ગંભીરતાથી ચાલતું હતું પણ કહેવામાં તો... ૬૦.
* અરે ભાઈ ! તું વિચાર તો કર કે તું કોણ છો ? તું જ્ઞાનસ્વરૂપ છો. જે થાય તેને જાણ! તું કરનાર નહિ, જાણનાર છો. ક્રમબદ્ધની વાત વિચારે તો બધાં ઝગડા મટી જાય. પોતે ૫દ્રવ્યનો કર્તા તો નથી, રાગનો કર્તા તો નથી, નિર્મળ પર્યાયનો પણ કર્તા નથી, અકર્તા સ્વરૂપ છે. જ્ઞાતાસ્વભાવ તરફ ઢળી જવું તેમાં જ અકર્તાપણાનો મહાન પુરુષાર્થ છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય તરફ વાળવી આ એક જ વસ્તુ છે, એ ખરેખર જૈન દર્શન છે. આહાહા ! જૈનદર્શન આકરું બહુ! પણ અપૂર્વ છે અને તેનું ફળ મહાન છે. સિદ્ધ ગતિ એનું ફળ છે. ૫૨નો કર્તા તો નથી, રાગનો કર્તા તો નથી પણ નિર્મળ પર્યાયનો કર્તા નથી. કેમ કે પર્યાય ષટકારકથી સ્વતંત્ર પરિણમે છે. એનામાં ભાવ નામની એક શક્તિ છે તેના કારણે પર્યાય થાય જ છે, કરું તો થાય એમ નથી. આહાહા ! ભાઈ ! માર્ગ આકરો છે, અચિંત્ય છે, અગમ્ય છે, અગમ્યને ગમ્ય કરાવે એવો અપૂર્વ માર્ગ છે. પર્યાય ક્રમસર થાય છે, દ્રવ્યગુણ પણ એનો કર્તા નહિ–એમ કહીને એકલી સર્વજ્ઞતા સિદ્ધ કરી છે. અકર્તાપણું એટલે જ્ઞાતાપણું સિદ્ધ કર્યું છે. ૬૧.
* અનંતા જિનવરો એમ કહે છે કે જીવ બંધ-મોક્ષને કરતો નથી તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com