________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮ ]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર નામે આત્માને છેતરે છે, ઠગે છે. ઈ જાણપણું જ નથી. સાચું જાણપણું થતાં તો વિષય-કષાયની રુચિ છૂટી જાય. ૧૦૮૮.
* ભગવાનની વાણીમાં ચૈતન્યહીરો સરાણે ચડયો છે, ઈ સાંભળવા મળે ઈ પણ હીરાની કણીયું છે. ૧૦૮૯.
* દેહ તો રોગની મૂર્તિ છે, ભગવાન આત્મા આનંદની મૂર્તિ છે. મૃતક દેહમાં ભગવાન અમૃતનો સાગર મૂર્છાણો છે. ભાઈ! એકવાર તું તને જો, બીજાને જોવામાં
અંધ થઈ જા અને તને જોવામાં હજાર આંખોથી તને જો. ૧૦૯૦.
* સાકરમાં એકલું ગળપણ જ ભર્યું છે. તેમ આત્મામાં એકલો આનંદ જ ભર્યો છે. એનો એક ક્ષણ પણ વિશ્વાસ કરે તો આનંદનું ઝરમર ઝરમર ઝરણું ઝરે છે, વરસાદ વરસે છે, એને સુપ્રભાત કહે છે. (સુપ્રભાતના પરોઢીયે ) ૧૦૯૧.
* પરમ અમૃત સ્વરૂપ ભગવાન આત્મા છે. અમૃત એટલે આત્મા મરતો નથી, અક્ષય છે અને અમૃત સ્વરૂપ એટલે અમૃતનો દરિયો, અમૃતનો મીઠો મહેરામણ. ૧૦૯૨.
* છોકરી ભાગી જાય ત્યાં દુ:ખી દુ:ખી થઈ જાય છે પણ આત્મા ભાગી ગયો છે અનાદિથી, ઈ જોને ! આત્મા વિકારમાં જાય છે ઈ શરમ કને ! ૧૦૯૩.
* સદ્દગુરુએ માર્યા શબ્દોના બાણ અને અંદર ખીલી નીકળ્યો ભગવાન.
૧૦૯૪.
.....
* વિકલ્પાત્મક નિર્ણયથી મને લાભ થશે એમ માન્યું એણે તો મિથ્યાત્વને સમુકુ દૃઢ કર્યું. શુભભાવથી લાભ માને તેમ આમાં પણ મિથ્યાત્વ દૃઢ થાય છે.
૧૦૯૫.
* ભાઈ! તું સંસારના પ્રસંગોને યાદ કર્યા કરે છે પણ તું પોતે પૂર્ણાનંદનો નાથ અનંત ગુણરત્નોથી ભરેલો મહાપ્રભુ સદાય એવો ને એવો જ છો તેને યાદ કરે ને! બાયડી છોકરા આદિને આમ રાજી રાખ્યા હતા ને આમ ભોગ-વિલાસ મોજમજા માણી હતી તેમ યાદ કર્યા કરે છે, સ્મરણ કરે છો પણ એ તો બધા તને દુઃખના કારણો છે, સુખનું કારણ તો તારો સ્વભાવ છે. તે સદાય શુદ્ધરૂપે એવો ને એવો જ પડયો છે. ચાર ગતિઓનાં ભ્રમણ કરવા છતાં તારો સ્વભાવ સુખસાગર એવો ને એવો ભર્યો પડયો છે તેને યાદ કર ને! તેનું સ્મરણ કર ને! એ એક જ તને સુખ-શાંતિનું કારણ થશે. ૧૦૯૬.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com