________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[૧૭૩
* જેમ આકાશમાં અગ્નિના ભડકા બળતાં હોય છતાં આકાશને તેની સાથે કાંઈ સંબંધ નથી, તેમ શરીરમાં ગમે તેવા ગુમડા થાય-ગમે તેવી અવસ્થા થાય તોપણ આકાશ સમાન આત્માને તેની સાથે કાંઈ સંબંધ નથી. ૭૪૨.
* આહાહા! આકરું કામ છે બાપુ! અંદરમાં વૈરાગ્ય ! વૈરાગ્ય ! આ બધું વિખરાઈ જશે. બહારનું તારામાં નથી ને તારે લઈને આવ્યું નથી. તારામાં ભ્રમણા આવી છે, તેનો નાશ કરવાનો આ કાળ છે. ૭૪૩.
* શ્રોતા:- શુભરાગના પરિણામથી જરાક તો લાભ થાય ને?
પૂજ્ય ગુરુદેવઃ- અરે! જરાક લાભ માને તો મેરુ જેટલું મોટું મિથ્યાત્વ છે. ૭૪૪.
* કેવળીને જાણીને કેવળીપણું તારું નક્કી કર એમ ભગવાને ઉપદેશ કર્યો છે. સ્વભાવ સન્મુખ જા, દ્રવ્યની અભિમુખ જા, આ એક જ ભગવાનનો ઉપદેશ છે. ચારે અનુયોગોમાં આ એક જ વાત છે. ૭૪૫.
...
* વાત ઈ છે કે બહિર્મુખ લક્ષ છે તે અંતર્મુખ કરવાની વાત છે. “ લાખ વાતની વાત છે નિશ્ચય ઉર આણો.” અંતર્મુખ થવું એ વાત છે. આત્માને ઉચુ લાવો એ એક જ વાત છે. ૭૪૬.
* શુભાશુભ ભાવમેં દુઃખ લગે, સ્વભાવમેં આનંદ લગે તબ રુચિ હોતી હૈ. સંસારમેં બાલબચ્ચોંકી રુચિ હૈ ઉસસે અનંત ગુણી રુચિ હોની ચાહિયે. ૭૪૭.
* અહો! જેઓને! દરેક ક્ષણે ઈ મૃત્યુની નજીક જઈ રહ્યો છે પણ જો ઈ આત્માની સન્મુખ નહીં જાય તો મૃત્યુના વખતે ઈ મુંઝાઈ જશે. ૭૪૮.
* ભગવાન! તું આનંદ સ્વરૂપ છો, રાગ ને વાણી આદિ જડને અડવા જેવું નથી. એનાથી આભડછેટ લાગે છે. તું ભગવાન સ્વરૂપ જ છો ને તારે ભગવાન થવું પડશે ભાઈ! ઘોર સંસારનું કારણ એવી પ્રશસ્ત ને અપ્રશસ્ત વચનરચના અને કનક-કામીનીના મોહથી આભડછેટ લાગે છે એને છોડીને અને પશુ સમાન અજ્ઞાની જીવકૃત લૌકિક ભયને છોડીને તું જેવો છો એવો થા! અને તું જેવો નથી તેને છોડી દે! તું જ્ઞાનાનંદ સ્વરૂપ પરમાત્મા છે, એની શ્રદ્ધા કરીને એવો થા! અને ઘોર સંસારના કારણભૂત રાગાદિરૂપે તું નથી એને છોડી દે! આહાહા! દિગંબર સંતોએ મોક્ષને હથેળીમાં બતાવ્યો છે. પ્રભુ! તું મુક્ત સ્વરૂપ છો. એની શ્રદ્ધા-જ્ઞાન કરીને ઠરતાં મોક્ષ થાય છે. ૭૪૯.
* અનંત દ્રવ્યનો હું કર્તા નહીં, હું તેનો જાણનાર અનંત છું એમ પોતાના જ્ઞાનની અનંતતા બેસે તો રાગનો અંત આવી જાય છે. અનંત શૈયોને જાણી લેતાં, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com