________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર યોનો અંત આવી જતો નથી પરંતુ પોતાના જ્ઞાનની અનંતતા જેને બેઠી તેને રાગની એકતા તૂટીને રાગનો અંત આવી જાય છે. ૭૫0.
* ઘણાં લોકો સ્વર્ગનાં દેવની વાત સાંભળે ત્યાં આશ્ચર્ય પામે છે, પણ ભાઈ ! એ સ્વર્ગ કાંઈ આશ્ચર્યકારી વસ્તુ નથી. તું પોતે અનંતવાર ત્યાં જઈ આવ્યો છે. સ્વર્ગના અસંખ્ય અવતાર થાય ત્યારે મનુષ્યનો એક અવતાર થાય; બીજી રીતે કહીયે તો જીવોમાંથી અસંખ્ય જીવો જ્યારે સ્વર્ગમાં જાય ત્યારે માત્ર એક જીવ મનુષ્યમાં અવતરે. આવું મોંઘુ મનુષ્યપણું છે; ને દેવપણું તો તેના કરતાં અસંખ્યગણું સસ્તું છે. ૭પ૧.
* આત્માના અજ્ઞાનથી ચાર ગતિમાં ભમતાં જીવે સૌથી વધુ ભવ એકેન્દ્રિયાદિ તિર્યંચગતિના કર્યા છે; તે ઉપરાંત મનુષ્ય, નરક, અને સ્વર્ગના અવતાર પણ અનંતવાર કર્યા છે. તેમાંય મનુષ્ય કરતાં નરકનાં ને નરક કરતાંય સ્વર્ગના અવતાર અસંખ્યગુણાં કર્યા છે. સરેરાશ અસંખ્ય અવતાર સ્વર્ગના ને નરકનાં કરે ત્યારે એક અવતાર મનુષ્યનો મળે; આવી મનુષ્ય અવતારની દુર્લભતા છે, ને આવા દુર્લભ મનુષ્ય અવતારમાં પણ જૈનધર્મનો વીતરાગી ઉપદેશ સાંભળવા મળવો બહુ દુર્લભ છે. આવો દુર્લભ અવતાર અને વીતરાગી જૈનધર્મનો ઉપદેશ તને અત્યારે મહાભાગ્ય મળ્યો છે, તો હવે તું શીધ્ર જાગ, ચેતીને સાવધાન થા, ને આત્માની ઓળખાણ વડે સમ્યજ્ઞાન પ્રગટ કરીને ભવદુઃખનો અંત કર. ૭૫૨.
* અનાદિથી જે મોહની સેના છે તેને કઈ રીતે જીતવી? તેને જીતવાનો ઉપાય શું? –એ ઉપાય આચાર્ય મહારાજ અહીં બતાવે છે. જેણે ત્રણકાળ ત્રણલોકને એક સમયમાત્રમાં જાણી લીધા છે એવા અહંતદેવના દ્રવ્યને, ગુણને ને પર્યાયને પ્રથમ ખરેખર જાણવા. ખરેખર એટલે? –કે તેમને જાણીને પોતે પણ તેમના જેવો છે એમ મેળવણી કરવા માટે સ્વના લક્ષે અહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવા. હું અહંતદેવની નાતનો ને જાતનો જ છું એમ આત્માને જાણવાના લક્ષે અહંતદેવના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવા. એ રીતે રાગમિશ્રિત દશામાં પોતાનો આત્મા પણ દ્રવ્ય-ગુણ-પર્યાયમય છે એમ વિકલ્પમાં આત્માને કળી લેવો. જેવો અતિદેવનો આત્મા છે તેવો જ તેની નાતનો ને જાતનો મારો આત્મા છે, એમ મનથી કળી લેવો. ત્રિકાળી કાયમ રહેનારું ધ્રુવ ચેતનતત્ત્વ તે દ્રવ્ય છે. ચૈતન્ય આદિ અનંતા ગુણો છે અને તેની એક સમયમાત્રની મર્યાદાવાળી પર્યાયો છે તેમ અતદેવને ખરેખર જાણીને પોતાને કળી લેવો. એ રીતે રાગમિશ્રિત દશામાં આત્માને કળીને વર્તમાન પર્યાયનું લક્ષ છોડીને, ગુણગુણીના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com