________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[ ૧૭૫ વિકલ્પનું પણ લક્ષ છોડીને વર્તમાન પર્યાયને દ્રવ્ય સન્મુખ કરીને કેવળ આત્માનું લક્ષ કરવાથી નિષ્ક્રિય ચિન્માત્ર ભાવને પમાય છે કે જેના નિષ્કપ નિર્મળ પ્રકાશ વડે મોહ-અંધકાર પ્રલય પામે છે. મોહની સેનાને જીતવાનો આ ઉપાય છે. ૭૫૩.
* રામ-લક્ષ્મણ બળદેવ-વાસુદેવ છે, રાવણ પ્રતિવાસુદેવ છે તેને લક્ષ્મણ મારે. છે ને પછી રાવણને બાળવા સાથે જાય છે. રાવણની સ્ત્રીને કહે છે કે માતા ! અમે બળદેવ વાસુદેવ છીએ, શું થાય ! બીજો કોઈ ઉપાય ન હતો, હોનહાર થયા વિના રહેતું નથી. માતા ! અમને ક્ષમા કરજે. રાગ-દ્વેષની પ્રવૃત્તિ થઈ પણ તેનો અંદરમાં ખેદ છે. અરે! આ અમારા કામ નહિં. અમે તો અંદરમાં રમનારા રામ છીએ. ૭૫૪.
* આ સમજવા માટે કેટલી ધીરજ જોઈએ અને કેટલી શાંતિ જોઈએ ! બહારના કેટલા ઉછાળા છૂટી જાય ત્યારે ઈ અંદરમાં જાણવા જાય. ૭૫૫.
* હું કારણ થઈને મારું કાર્ય થાય એવો વિકલ્પ પૂર્વક નિર્ણય કર્યો તોપણ ઈ હજુ સ્વસમ્મુખ નથી, તો પરને લઈને કાર્ય થાય એમ માને છે તો હજુ કયાંય પડયો છે. ૭૫૬.
* ચૈતન્યજ્યોતિનો અંતરમાં અનુભવ કરતાં, સૂર્યના તાપથી સળગતી ઉધઈની જેમ રાગ બળી જાય છે, કરમાઈ જાય છે. ૭પ૭.
* અહો! અંતરના અભિપ્રાયની અને મિથ્યા-અભિપ્રાયની શું કિંમત છે એની જગતને ખબર નથી. રાગના કણથી લાભ થાય એમ માન્યું એણે ચૈતન્ય લૂંટી લીધો. ૭૫૮.
* કોઈ દિવસ જોયું નથી એવા રોકેટનો ભરોસો કરે છે પણ એક સમયમાં અનંતા પદાર્થોને જાણી લે એવી શક્તિનો ભરોસો તો લાવ! ૭૫૯.
* અત્યારે તો શાસ્ત્રની જ જરૂર છે. સોંધા... સોંધા... સોંધા... જ્ઞાન કરો. જ્ઞાન કરો... જ્ઞાન કરો... આત્મવસ્તુના પડખા સમજો. આ જ મૂળ વસ્તુ છે. ૭૬૦.
* હે જિનેન્દ્ર ! તારી ભક્તિથી હું પવિત્રતા તો પૂરી પામીશ જ, પરંતુ પુણ્યમાં પણ પૂરી પ્રાપ્તિ થશે. હું તીર્થકર ચક્રવર્તી આદિ પદ પામી મારી પૂર્ણતા સાધીશ. ૭૬૧.
* .. વરસ વરસ.. બબ્બે વરસ સુધી રોગ લંબાય, શરીરમાં ભાઠા પડે, ઈયળ પડે, સહ્યું ન જાય, શરીર છૂટે નહિ, અને એને છોડે નહિ. (આ એનાથી છૂટો અંદરમાં પડે નહિ, ભેદજ્ઞાન કરે નહિ.) હેરાન-હેરાન થઈ જાય. અરે, એને થવું હોય એમ ભલેને થાય. તું એનાથી છૂટો પડીને જોયા કરને! ૭૬૨.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com