________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] શરીર-વાણી-મનને ભૂલી જા, રાગને ભૂલી જા, એક સમયની પર્યાયને પણ ભૂલી જા. આકાશના અનંતા પ્રદેશ કરતાં પણ અનંતગુણા ગુણો આત્મામાં છે અને એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે, અને એક એક ગુણની પર્યાયમાં પદ્ગારકો છેઆવો ભગવાન આત્મા છે, ત્રણલોકનો નાથ છે, પણ કોડી કોડી માટે ભીખારો થઈને ફરે છે! ૨૯૯.
* જેને દ્રવ્યદૃષ્ટિ યથાર્થ પ્રગટ થઈ છે તેને દષ્ટિના જોરમાં એકલો જ્ઞાયક ભાસે છે, શરીરાદિ કાંઈ ભાસતું જ નથી. ભેદજ્ઞાનની પરિણતિ એવી દઢ થઈ જાય છે કે સ્વપ્નમાં પણ આત્મા શરીરથી ભિન્ન ભાસે છે. દિવસે તો ભિન્ન ભાસે છે પણ રાત્રિમાં ઊંઘમાં પણ આત્મા નિરાળો જ ભાસે છે. સમ્યગ્દષ્ટિને ભૂમિકા અનુસાર બાહ્ય વર્તન હોય છે. પરંતુ બાહ્ય વર્તનમાં પણ કોઈ પણ સંયોગોમાં એની જ્ઞાનવૈરાગ્ય-શક્તિ કોઈ જુદા જ પ્રકારની રહે છે. બાહ્યથી ગમે તે પ્રસંગમાં સંયોગમાં જોડાયેલો દેખાય તોપણ જ્ઞાયક તો જ્ઞાયકપણે જ ભાસે છે. વિભાવથી ભિન્ન જ્ઞાયકપણે નિઃશંક ભાસે છે. આખું બ્રહ્માંડ ફરી જાય તો પણ સ્વરૂપ-અનુભવમાં નિઃશંક વર્તે છે. જ્ઞાયક ઉપર ચડીને ઊર્ધ્વરૂપે બિરાજે છે, બીજા બધા નીચે રહે છે. ગમે તેવા શુભભાવો આવે, તીર્થકરગોત્રનો શુભભાવ આવે તો પણ તે નીચે જ રહે છે. દ્રવ્યદષ્ટિવંતને આવું અદ્દભુત જોર વર્તે છે. ૩OO.
* નિશ્ચયદષ્ટિથી દરેક જીવ પરમાત્મસ્વરૂપ જ છે, જિનવર ને જીવમાં ફેર નથી. ભલે તે એકેન્દ્રિયનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય, એ બધું તો પર્યાયમાં છે, વસ્તુ સ્વરૂપે તો પરમાત્મા જ છે. પર્યાય ઉપરથી જેની દષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દષ્ટિ થઈ છે એ તો પોતાને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે ને દરેક જીવને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે. સમ્યગ્દષ્ટિ બધા જીવોને જિનવર જાણે છે અને જિનવરને જીવ જાણે છે. અહા! કેટલી વિશાળ દષ્ટિ! અરે, આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય, પણ આવી કબૂલાતને રોકનારા મિથ્યા-માન્યતારૂપી ગઢના પાર ન મળે! અહીં કહે છે ૧ર અંગનો સાર એ છે કે જિનવર સમાન આત્માને દષ્ટિમાં લેવો, કેમ કે આત્માનું સ્વરૂપ પરમાત્મસ્વરૂપ જ છે. ૩૦૧.
* અગિયારમી ગાથામાં એમ કહ્યું કે ત્રિકાળી જ્ઞાયકભાવ ધ્રુવ સ્વરૂપ તે જ સત્યાર્થ છે ત્યાં પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહીને અસત્યાર્થ કહી. ત્યારે હવે એ પર્યાય છે કે નહિ? –તેની વાત બારમી ગાથામાં કહી છે કે સાધક જીવને આત્માનો અનુભવ થઈ ગયો છે પણ પૂર્ણતાને પ્રાપ્ત થયો નથી એટલે કે અનુભવનો પહેલો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com