________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦] .
[દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર * અરે પ્રભુનિમિત્તથી ઉપાદાનમાં કોઈ કાર્ય થતું જ નથી. જ્ઞાન થવાની યોગ્યતા અનુસાર સમયસાર આદિ નિમિત્ત તો સહજ હોય છે. દરેક દ્રવ્યની પર્યાય તે તે સમયની યોગ્યતાથી જ સ્વતંત્ર કાર્યરૂપે પરિણમે છે. તેમાં નિમિત્તભૂત અન્યદ્રવ્ય અકિંચિત્કર છે. “યોગ્યતા જ સર્વત્ર શરણારૂપ છે.” કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યને લાવી શકે કે અન્ય દ્રવ્યમાં ફેરફાર કરી શકે કે ક્ષેત્રાંતર કરી શકે છે તેમ માનનાર સર્વજ્ઞની આજ્ઞા બહાર છે, મિથ્યાષ્ટિ છે. દર્શનમોહથી મિથ્યાત્વ થયું, જ્ઞાનાવરણીથી જ્ઞાન હીણું થયું આદિ કથનો શાસ્ત્રમાં આવે છે તે તો ઉપાદાનથી થતાં કાર્યકાળ નિમિત્ત કેવું હોય છે તેનું જ્ઞાન કરાવવા વ્યવહારથી કથન કરવામાં આવે છે. ૨૯૬.
* જોકે કર્મ તથા ભાવકર્મ આત્મા સાથે આકાશના એક ક્ષેત્રાવગાહરૂપ છે, જે આકાશના પ્રદેશમાં શુદ્ધ ચેતના છે તે જ પ્રદેશમાં વિકાર છે પણ પોતાના પ્રદેશની અપેક્ષાએ જોઈએ તો એક ક્ષેત્રાવગાહરૂપ નથી. નિત્યતાદાભ્યપણે તો નથી પણ અનિત્ય-નાદાભ્યપણે પણ નથી. વિકાર ને આત્માની વચ્ચે સંધિ છે, કેમ કે બે કહેતાં બે એક થયા જ નથી, બે વચ્ચે સંધિ છે. ચેતનામાત્ર દ્રવ્ય, જાણન-દેખન સ્વરૂપ આત્મા શુદ્ધ સ્વરૂપ એક વસ્તુ ને વિકાર બીજી વસ્તુ છે, કેમ કે શુભાશુભ ભાવ આસ્રવતત્ત્વ છે ને આત્મા જીવતત્ત્વ છે. વિકાર ભલે પર્યાયરૂપ છે પણ તે તત્ત્વરૂપ છે, તેમાં સપ્તભંગી ઊઠે છે. ૨૯૭.
* સમયસાર ગાથા પાંચમા આચાર્યદેવ કહે છે કે ગુરુના અનુગ્રહથી-કૃપાથી મને અંદરમાં આનંદનું જે પ્રચુર સ્વસંવેદન પ્રગટ થયું છે એ મારા નિજવૈભવથી એકત્વ-વિભક્ત આત્માને દેખાડું છું તેને તારા અનુભવથી પ્રમાણ કરજે. તારા ભગવાનમાં અનંતી કેવળજ્ઞાનની પર્યાયો પ્રગટ થાય એવી શક્તિ ભરી છે તેને યાદ કર ને અનુભવથી પ્રમાણ કર. પંચમકાળ છે ને આવો અનુભવ ન થાય એમ ના પાડીશ નહિ. પ્રભુ! તું રાગાદિ બધું ભૂલી જા! ને તારા ભગવાનને ભૂલી ગયો છો તેને યાદ કર. ભાઈ ! તું અમારી પાસે સાંભળવા આવ્યો છો ને તને અમારું બહુમાન ને ભક્તિનો રાગ છે એનાથી પણ તારો ભગવાન ભિન્ન છે તેને યાદ કરી ને અનુભવથી પ્રમાણ કર. ભગવાન કેવળીને અત્યારે વિરહ્યું છે, કેવળજ્ઞાનનો વિરહ્યું છે એને તું ભૂલી જા ને અનંતી કેવળજ્ઞાન-પર્યાયની શક્તિ જેમાં ભરી છે એવા તારા ભગવાનને યાદ કર ને અનુભવથી પ્રમાણ કર. ૨૯૮.
* વીતરાગભાવસ્વરૂપ આત્મા છે તે વીતરાગભાવથી પ્રાપ્ત થાય છે; સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યેના પ્રેમનો પણ તેમાં અવકાશ નથી. બહારનું બધું ભૂલી જા.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com