________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[૬૯ જ આત્મા પ્રાપ્ત થશે. પરંતુ ક્રમબદ્ધનો નિર્ણય કરનારની દષ્ટિ જ્ઞાયક તરફ જ જાય ને ત્યારે ક્રમબદ્ધની સાચી શ્રદ્ધા થાય છે. અને બીજી વાત એ કે એક દ્રવ્યની પર્યાયને પરની સાથે કોઈ સંબંધ નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી. કર્મ આત્માને સ્પર્શતા નથી. આત્મા શરીરને સ્પર્શતો નથી. આહાહા ! આવો નિર્ણય થાય ત્યારે જ તેની દષ્ટિ સારી થાય છે. ૨૯૨.
* ગમે તે પ્રસંગ હો, આત્માનું જ્ઞાતાદ્રષ્ટાપણે રહેવું તે જ શાન્તિ છે. સંયોગો પ્રતિકૂળ હો કે અનુકૂળ, એ દરેક પ્રસંગમાં હું એક શુદ્ધ ચૈતન્ય આનંદઘન છું' એ દષ્ટિ ખસવી ન જોઈએ. મારું અસ્તિત્વ સહજ એક જ્ઞાયકભાવ છે, તેમાં શરીરાદિ પરનો કે રાગાદિ વિભાવનો પ્રવેશ નથી અને મારો જે સ્વભાવ છે તે પરમાં જતો નથી-આવી દષ્ટિ રહેવાથી પરના ગમે તે પ્રસંગમાં જીવને શાન્તિ જ રહે, ખેદનો ખદબદાટ ન થાય. અહા ! આવી વાત છે ! ૨૯૩.
* તારી દશામાં, વર્તમાન જ્ઞાનમાં આ પરમાત્મા પૂર્ણ છે એમ નિઃસંદેહુ જાણ. દેહદેવાલયમાં ભગવાન પરમાત્મા બિરાજમાન છે. પર્યાયમાં અપૂર્ણતા છે પણ વસ્તુ પરિપૂર્ણ છે તેમ જાણ! એમ જાણનારી પર્યાય પણ કેવડી? -કે આવા ત્રિકાળી પરિપૂર્ણ પરમાત્માને જાણી લ્ય. વસ્તુ પર્યાયમાં ન આવે પણ વસ્તુ જેવી ને જેવડી છે તેનું પૂર્ણ જ્ઞાન પર્યાયમાં થાય. તું પૂર્ણ સ્વરૂપ છો, કેવળજ્ઞાન-સ્વભાવી પ્રગટરૂપ આત્મા છો, તેને નિઃસંદેહપણે પરમાત્મા જાણ. અંદરમાં પરિપૂર્ણની દૃષ્ટિ થવી તેને સમ્યગ્દર્શન કહે છે વસ્તુ જેવી છે તેવી યથાર્થ પ્રતીતિ થવી તેને સમ્યગ્દર્શન કહે છે. ૨૯૪.
* આચાર્ય મહારાજ કહે છે કે ભગવાન! તારી મૂડીમાં-પૂંજીમાં-સ્વરૂપમાં રાગ-દ્વેષ બિલકુલ નથી અને બીજી ચીજ તને રાગ-દ્વેષ કરાવે એવી એનામાં તાકાત નથી પણ તારા સ્વભાવના જ્ઞાતાપણાને છોડીને અજ્ઞાનના કારણે લાંબી દોરી ચલાવે છે. આ ઠીક છે, આ અઠીક છે એવું અનંતકાળથી રાગ-દ્વેષનું મંથન કર્યું છે. પોતાના જ્ઞાતાદષ્ટા સ્વભાવમાં ડૂબવું જોઈએ, જ્ઞાનાનંદમાં આવવું જોઈએ એને છોડીને અજ્ઞાની રાગ-દ્વેષમાં ડૂબી ગયો છે. એનાથી તરવું મુશ્કેલ થઈ ગયું છે. જ્ઞાનાનંદ સ્વભાવમાં વિકલ્પનું ઉત્થાન છે જ નહીં, તેમાં પર પદાર્થનો તો ત્રિકાળ અભાવ છે તથા એમાં શુભાશુભ પરિણામ ઊઠે છે એનો પણ અભાવ છે-એમ જ્ઞાનમાં એકાગ્ર થઈને વિકલ્પને પૃથક કરવો તે જ આત્માના હિતનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય છે નહીં. ૨૯૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com