________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૨]
[દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર સમય એવો જે જઘન્યભાવ તેને વટાવી ગયો છે અને ઉત્કૃષ્ટભાવને પ્રાપ્ત થયો નથી તેથી મધ્યમભાવને અનુભવે છે તેવા સાધક જીવને પર્યાયમાં શુદ્ધતા-અશુદ્ધતાના અંશો છે તે વ્યવહાર છે તેથી તે જાણેલો પ્રયોજનવાન છે; પ્રયોજનવાન છે ખરો, પણ હેયરૂપ-છોડવા લાયક જાણેલો પ્રયોજનવાન છે, આદરણીય તરીકે જાણેલો પ્રયોજનવાન નથી. સાધકને પર્યાયમાં અશુદ્ધતા વર્તે છે તે વ્યવહારનયનો વિષય છે તેથી તે-તે સમયે વ્યવહારને હેયરૂપે જાણેલો તે કાળે પ્રયોજનવાન હોવાથી તેઓને વ્યવહારનો ઉપદેશ કરવામાં આવ્યો છે. ૩ ૨.
* બાહ્યવસ્તુ બંધનું કારણ નથી કેમ કે બાહ્યવસ્તુ પોતાની પર્યાયમાં અતભાવરૂપ છે તેથી તે બંધનું કારણ થતું નથી. કર્મ શરીરાદિ બાહ્યવસ્તુ પરદ્રવ્યો હોવાથી બંધનું કારણ નથી તેમ કહ્યું અને પહેલી ગાથામાં કહ્યું કે અનંત સિદ્ધોની તારી પર્યાયમાં સ્થાપના કરું છું. પણ અનંતા સિદ્ધો તો પરદ્રવ્ય છે ને? તારી પર્યાયમાં અતદ્દભાવરૂપ છે ને? તેનું સ્થાપન શી રીતે થશે? તો કહે છે કે તે અનંતા સિદ્ધો પર્યાયમાં ભલે અતભાવરૂપ હો પણ તે અનંતા સિદ્ધોની પ્રતીત પર્યાયમાં આવી જાય છે, તેથી અનંતા સિદ્ધોનું સ્થાપન કરવાનું કહ્યું છે. જેમ અધ્યવસાનનો ત્યાગ કરાવવા બાહ્યવસ્તુનો ત્યાગ કરાવવામાં આવે છે તેમ પોતાના સિદ્ધસ્વભાવનું પર્યાયમાં સ્થાપન કરાવવા માટે અનંતા સિદ્ધોનું સ્થાપન કરાવવામાં આવ્યું છે. જેમ બાહ્યવસ્તુ અધ્યવસાનનું નિમિત્ત છે તેમ પોતાના સિદ્ધસ્વરૂપનું લક્ષ કરવામાં અનંતા સિદ્ધ નિમિત્ત છે. ૩૦૩.
* શ્રોતા:- દ્રવ્યસ્વભાવમાં વિકાર છે જ નહિ ને કારણપરમાત્માને પાપરૂપ બહાદુર શત્રુસેનાને લૂંટનારો કેમ કહ્યો?
પૂજ્ય ગુરુદેવઃ- એ તો પર્યાયની વાત કરી છે. પર્યાયમાં રાગાદિ ભાવો છે તે સ્વભાવસભુખ ઢળતા ઉત્પન્ન જ થતા નથી, તેને નાશ કર્યો એમ કથનમાત્ર કહેવાય છે. દ્રવ્યસ્વભાવમાં તો રાગાદિ ભાવો કે સમ્યગ્દર્શન-ચારિત્ર, કેવળજ્ઞાન કે સિદ્ધપર્યાય એ કોઈ પર્યાય દ્રવ્યસ્વભાવમાં છે જ નહિ. સંસાર-મોક્ષ એ બધી પર્યાયોની રમતું છે. દ્રવ્યસ્વભાવમાં એ પર્યાયો છે જ નહિ. ત્રિકાળી દ્રવ્યસ્વભાવ એકરૂપ છે, એને નથી કાંઈ ગ્રહવું કે નથી કાંઈ છોડવું. જ્ઞાયકભાવ તો શાશ્વત છે જ. ત્રણ કષાયનો અભાવ કરી અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેનાર દિગમ્બર સંતોએ અંતરની વાત અજબ-ગજબની કરી છે. આવી વાત દિગમ્બર સંતો સિવાય ભરતક્ષેત્રમાં બીજે કયાંય નથી. એ દિગમ્બર સંતો કહે છે કે બધા જીવો સુખી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com