________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] થાવ, કોઈ જીવ દુઃખી ન થાવ, બધાય જીવો મુક્ત દશાને પામો! દરેક આત્માઓ મુક્તસ્વભાવી જ છે. જેમ ચોખા અને કળથી ઉત્પન્ન થવાની જમીન જુદી હોય છે તેમ ચોખા એટલે મુક્તિ તે ઉત્પન્ન થવાનું ચોકખું સ્થાન એટલે મુક્તસ્વરૂપ તેના આશ્રયથી મુક્તિ ઉત્પન્ન થાય છે. ૩૦૪.
* દ્રવ્યલિંગ તો સર્વથા જીવનું સ્વરૂપ નથી અને ભાવલિંગ જે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની શુદ્ધ નિર્મળ પર્યાય, જે પૂર્ણ સ્વરૂપ એવા મોક્ષનું સાધક છે તે પણ ઉપચારથી જીવનું સ્વરૂપ કહેવાય છે, પરમાર્થ સૂક્ષ્મ શુદ્ધ નિશ્ચયનયથી તે પણ જીવનું
સ્વરૂપ નથી. આહાહા ! સાધક પર્યાયને દ્રવ્યની છે તેમ ઉપચારથી કહેવામાં આવે છે. દેહાદિ કે રાગાદિ તો જીવના નથી જ પણ અહીં તો ભાવલિંગની નિર્મળ પર્યાય જે મોક્ષની સાધક છે તે પણ જીવની છે તેમ ઉપચારથી કહેવામાં આવે છે. પર્યાયનું લક્ષ છોડાવવા, ભેદજ્ઞાનની પરાકાષ્ટાની આ ગાથા (પરમાત્મપ્રકાશ-૮૮) છે. ધ્રુવસ્વભાવની સન્મુખ જે ધ્યાનની અકષાય સાધક પર્યાય પ્રગટ થાય છે તે પણ ઉપચારથી જીવનું સ્વરૂપ છે, પરમાર્થથી તો ત્રિકાળી ધ્રુવસ્વભાવ જ જીવનું સ્વરૂપ છે. આવી વાત તો ભાગ્યશાળી હોય તેને કાને પડે છે. ૩૫.
* આચાર્યદેવ કહે છે કે ભાઈ ! તારો આત્મા શુદ્ધ જ્ઞાનઘન સ્વરૂપ છે, એવો ને એવો જ છે, એન કાંઈ ખોડ-ખાપણ આવી જ નથી. ભલે એ નરક-નિગોદમાં રખડયો. પણ જરીય ખોડ આવી જ નથી. માટે તું ખુશી થા, ખુશી થા. ૩૦૬.
* જેમ લાકડાની અગ્નિમાં ઉપર છારી વળી જાય છે ને અંદર સળગતું હોય છે; અગ્નિ ઉપરની છારીરૂપ રાખ અગ્નિથી જુદી જ છે. તેમ રાગ પણ ચૈતન્યની છારી સમાન હોવાથી ચૈતન્યથી જુદે જુદો જ છે. ઉષ્ણતા અને અગ્નિ એકરૂપ છે તેમ જ્ઞાન ને આત્મા એકરૂપ છે. ૩૦૭.
* વગર વચ્ચે પણ અંદરમાં કાંઈક ચાલતાં ચાલતાં વિચારધારા વિકલ્પનો અભાવ થવાનું કારણ થશે, પણ વસ્તુનું જેને ભાન જ નથી અને વિચાર ચાલતા નથી અને વિકલ્પોને તોડવા માગે છે એ વિકલ્પ ક્યાંથી તોડી શકશે? ૩૦૮.
* જ્ઞાનમાં ખરેખર તો રાગ જણાય છે. ત્યાં અજ્ઞાની માની બેસે છે કે મેં રાગ કર્યો એ રાગનું કર્તુત્વ જ મિથ્યાદર્શન છે. ૩O.
* વ્યવહારરત્નત્રયનો ભાવ તે પણ વિપાકની હદે પહોંચેલું કર્મનું ફળ છે, જેમ કળથી અને કુલફાના ચોખાનું ક્ષેત્ર જ જુદું છે તેમ રાગ અને આનંદનું ક્ષેત્ર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com