________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[ ૨૦૩
પૂજનીક કહેવામાં આવે છે. પરંતુ દયા, દાન, વ્રત, તપ કરો, તે કરતાં કરતાં કલ્યાણ થઈ જશે-એમ જેની પ્રરૂપણા તથા શ્રદ્ધા જ પ્રગટપણે જૂઠી છે તેને તો પ્રગટપણે વિપરીતતા જ છે. અહા ! ભારે વાત બાપુ ! ૮૮૮.
* અરેરે ! જેના ઉ૫૨ જીવને અત્યંત પ્રેમ છે એવું આ શરીર ખરેખર કેવળ વેદનાની મૂર્તિ છે. શ્રી કુંદકુંદાચાર્યદેવ ભાવપાહુડમાં કહે છેઃ એક તસુમાં ૯૬ રોગ તો આખા શરીરમાં કેટલા ? વિચાર તો કર પ્રભુ! -આ શરીર તો જડ છે, વેદનાની મૂર્તિ છે. ભગવાન જ્ઞાયક આત્મા આનંદની મૂર્તિ છે, ચૈતન્યચમત્કારથી ભરપૂર મહાપ્રભુ છે કે જેની પૂર્ણ પર્યાય પ્રગટ થતાં ત્રણકાળ ને ત્રણલોકને યુગપદ દેખે. એવી અનંતી પૂર્ણ પર્યાયની તાકાતનો પુંજ એવો જ્ઞાનગુણ, એવી અનંતી શ્રદ્ધાપર્યાયની તાકાતનો પિંડ એવો શ્રદ્ધાગુણ, એવી અનંતી સ્થિરતાપર્યાયની તાકાતનું દળ એવો ચારિત્રગુણ, પૂર્ણ આનંદની પર્યાયનું ધ્રુવ તળ એવો આનંદગુણઆવા અનંત અનંત ગુણો પરિપૂર્ણ તાકાત સહિત અંદર ભગવાન આત્મામાં પડયા છે. અહા! આ પરિપૂર્ણ દ્રવ્યસ્વભાવના અવલંબનથી કેવળજ્ઞાન આદિ પરિપૂર્ણ પર્યાય પ્રગટ થશે, મોક્ષમાર્ગ કે જે અપૂર્ણ પર્યાય છે તેના આશ્રયે પણ પરિપૂર્ણ પર્યાય પ્રગટ નહિ થાય. પૂર્ણ જ્ઞાનાનંદની શીતળ પાટ-ધ્રુવ દ્રવ્યસ્વભાવ-અંદર સદા વિદ્યમાન છે, તેનો આશ્રય કરીશ તો સમ્યગ્દર્શન થશે, તેનો ઉગ્ર આશ્રય કરીશ તો ચારિત્ર થશે અને તેના પૂર્ણ આશ્રયથી કેવળજ્ઞાન આદિની પૂર્ણ દશા પ્રગટ થશે. છૂટવાનો માર્ગ આવો છે ભાઈ ! ૮૮૯.
* શ્રીમદ્ રાજચંદ્ર ગૃહસ્થાશ્રમમાં હતા. ઝવેરાતનો ધંધો કરતા હતા. તેમને આત્મજ્ઞાન થયું હતું. તે એક ભવ કરીને મોક્ષ જશે. સ્વભાવનો અનુભવ છે, પણ રાગનો ભાગ હજુ છે તે છૂટતો નથી; તેથી કહે છે કે-અશેષ કર્મનો ભોગ ભોગવવો બાકી છે, તેથી એક દેહ ધારીને સ્વરૂપ-સ્વદેશમાં જશું. અમારું વતન શુદ્ધ ચિદાનંદઘન નિજ સ્વરૂપ છે, તેમાં ઠરીને સદાને માટે રહેશું. અમારું મૂળ વતન તો આનંદ આદિ અનંત ગુણના પિંડસ્વરૂપ અસંખ્યાતપ્રદેશી આત્મદ્રવ્ય છે. તે જ અમારો સ્વદેશ છે. અવસ્થામાં અમને થોડો રાગનો ભાગ છે, અને એમ લાગે છે કે તે થોડો કાળ રહેશે, તેથી અમારા આત્મામાં અંદરથી એવો ભાવ આવે છે કે એક ભવ કરીને અમે કેવળજ્ઞાન પામી મોક્ષમાં જશું. ‘તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે.' વળી, આવે છે ને- ‘હમ પરદેશી પંછી સાધુ જી, આ રે દેશકે નાહીં રે...' પુણ્ય ને પાપના-રાગના દેશના અમે નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com