________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૨૦૨ ]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર જેવો ને જેવડો છે એમ જાણવા માટે અદ્વૈતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે તે આત્માને જાણે છે એમ કહેવું છે. શાસ્ત્રમાં તો એમ કહે છે કે પરલક્ષી જ્ઞાન છે તે આત્મજ્ઞાનનું કારણ નથી ને અહીં તેને કા૨ણ કહે છે. શ્રી સમયસારની ૩૧મી ગાથામાં એમ કહે છે કે ઇન્દ્રિયથી થતું ભાવ-ઇન્દ્રિયજ્ઞાન તે ઇન્દ્રિશાન છે, ભગવાનના લક્ષે ને ભગવાનની વાણીથી થયેલું જ્ઞાન તે પરલક્ષી જ્ઞાન છે. તેનું લક્ષ છોડીને પોતાના સ્વભાવના લક્ષમાં જાય છે-અતીન્દ્રિય આનંદની દશામાં તેને અનુભવે છે તેને જિતેન્દ્રિય જિન કહે છે. શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે જે કોઈ ખરેખર અદ્વૈતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે એટલે કે એના જેવો હું છું એમ જાણીને આત્મા તરફનું વલણ કરે છે તેણે ખરેખર અદ્વૈતને જાણ્યા છે. જેને અદ્વૈતના દ્રવ્યગુણ-પર્યાયને જાણીને ત્યાં ઊભું રહેવું છે તેની વાત નથી લીધી. કઈ અપેક્ષાએ છે ભાઈ ! –તે સમજવી જોઈએ. ૮૮૬.
* હે જીવ! તું અવ્યક્ત છો તેને તું જાણ. જાણનારી પર્યાય કોને જાણે ? –કે અવ્યક્તને જાણે. આચાર્યદેવને કરુણાનો વિકલ્પ આવ્યો છે તેથી આ શુદ્ધાત્માનો ઉપદેશ કર્યો છે. શુદ્ધ ચૈતન્યઘન છે ત્યાં દૃષ્ટિ કરવાથી વર્તમાન પર્યાયમાં શુદ્ધ આનંદકંદનો ભાવ પ્રગટ થાય છે. અહીં એ જ કહે છે કે પોતાના જીવ અપેક્ષાએ છ
દ્રવ્યસ્વરૂપ લોક આ જીવ નથી તેથી અજીવ છે. છ દ્રવ્યસ્વરૂપ લોક કહીને છ દ્રવ્ય સિદ્ધ કર્યાં ને પછી કહ્યું કે તે લોક જ્ઞેય છે એમ હૈ જીવ તું જાણ! છ દ્રવ્યસ્વરૂપ લોક તે વ્યક્ત છે, પ્રગટ છે, બાહ્ય છે અને અંતરમાં અવ્યક્ત સૂક્ષ્મ છે એ જીવને તું જાણ ! –એમ કહે છે. ૮૮૭.
* પોતાના પરિણામની ધારાનો પોતાને અંતરમાં ખ્યાલ આવી જાય, બરાબર ખ્યાલ આવી જાય, અને બીજો જ્ઞાની જીવ પણ તેને જાણી શકે. ‘ધવલા ’ ટીકામાં મતિજ્ઞાનના ભેદની–અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાની-વ્યાખ્યા આવી છે ત્યાં એમ કહ્યું છે ઈહાજ્ઞાનમાં ‘સામો જીવ ભવ્ય છે કે અભવ્ય' એવી જિજ્ઞાસાના નિર્ણયરૂપ અવાયજ્ઞાનમાં ‘તે ભવ્ય જ છે, કેમ કે તેને સમ્યક્રત્નત્રયનો સદ્ભાવ છે' એમ એક જીવ બીજા જીવની ભવ્યતાનો નિર્ણય બરાબર કરી શકે છે. ભાઈ! જ્ઞાનનો સ્વભાવ સ્વપર-પ્રકાશક છે, તે શું ન જાણે ? બહારમાં દ્રવ્યલિંગ સાચું હોય અને અંદરમાં મિથ્યાત્વની ભૂલ હોય તો જ્ઞાનીના ખ્યાલમાં આવી પણ જાય; છતાં બીજાને કહે નહિ; કારણ કે જો તેની પ્રરૂપણા ચોખ્ખી ચાલતી હોય, ભલે અંદર અનુભવ ન હોય પણ આચરણ આગમ પ્રમાણે નિર્દોષ હોય તો એને પણ વ્યવહારથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com