________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર જતાં આનંદ આવે-અર્થાત્ એનું ફળ આવે તો ધ્રુવ ઉપર એની પર્યાય ગઈ છે તેની ખાતરી પોતાને થાય છે. પર્યાય ઉપર તો એની દષ્ટિ અનાદિની છે જ, હવે દ્રવ્ય ઉપર દષ્ટિ કરે ઈ કરવાનું છે. લાખ વાતની આ વાત છે. ૧૨૮.
* સંતો એમ કહે છે કે જિનવરદેવ ગણધરોની સભામાં આમ કહેતા હતા કે ધ્રુવ ભગવાન, ઉત્પાદ-વ્યયની પર્યાયને કે બંધ-મોક્ષની પર્યાયને કરતો નથી; તેને જિનવરદેવ જીવ કહે છે. બંધ-મોક્ષની પર્યાયને જે કરતો નથી તેને અમે જીવ કહીએ છીએ-એમ જિનવરદેવ કહે છે. ૧૨૯.
* આ (-શ્રી સમયસાર ગાથા ૩૦૮) બહુ સરસ ગાથા છે. આ ગાથા મોક્ષ અધિકારની ચૂલિકા છે. અહીં આચાર્યદવ આત્માનું અકર્તાપણું બતાવે છે. અકર્તાપણું એટલે કે જ્ઞાયકસ્વભાવની સિદ્ધિ ક્રમબદ્ધ દ્વારા કરી છે. એક પછી એક થાય ને જે સમયે જે પર્યાય થવાની છે તે જ થાય તેનું નામ ક્રમબદ્ધ છે. દરેક દ્રવ્યની જે સમયે જે પર્યાય થવાની છે તે જ થાય છે એટલે કે તેને અન્ય દ્રવ્ય તો કરતું નથી પણ તે પર્યાયને તે દ્રવ્ય પણ આઘી-પાછી કરી શકે-ફેરફાર કરી શકે એમ પણ નથી. ક્રમબદ્ધ તો મહાસિદ્ધાંત છે. ક્રમબદ્ધનો સાચો નિર્ણય કરવા જાય ત્યાં દષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર જાય છે, અને ત્યારે જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે. કમબદ્ધપર્યાયના આશ્રમે ક્રમબદ્ધનો નિર્ણય નહિ થાય. અકર્તાસ્વભાવની દષ્ટિ કરવાથી ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે. માટે ક્રમબદ્ધના નિર્ણયમાં પુરુષાર્થનો નિષેધ થઈ જતો નથી પણ ક્રમબદ્ધના નિર્ણયમાં દ્રવ્યસ્વભાવનો અનંતો પુરુષાર્થ છે. અકર્તાપણું એ નાસ્તિનું કથન છે. ક્રમબદ્ધ દ્વારા જ્ઞાયકસ્વભાવની અહીં સિદ્ધિ કરવામાં આવી છે. ૧૩).
* ત્રણ કાળે અને ત્રણે લોકમાં શુદ્ધ નિશ્ચયનયે એકલો જ્ઞાનરસ ને આનંદકંદ પ્રભુ હું છું. આવો હું છું એવી દષ્ટિ તે આત્મભાવના છે. હું આવો છું તથા બંધાય જીવો ભગવત્ સ્વરૂપ છે. બધા જીવો પરમાત્મસ્વરૂપ છે. વસ્તુ તરીકે બધા જીવો આવા છે. આવા આત્માને અનુભવવો તેનું નામ સમ્યગ્દર્શન-જ્ઞાન ને તેમાં ઠરવું તે ચારિત્ર છે. એ રીતે મન-વચન-કાયાથી ને કૃત-કારિત-અનુમોદનાથી બધાય જીવો આવા છે એમ નિરંતર એટલે કે અંતર પાડ્યા વિના આ ભાવના કરવા લાયક કર્તવ્ય છે. એ સિવાય કાંઈ કરવા લાયક માને તે આત્માનો અનાદર છે. ૧૩૧.
* શાસ્ત્ર વાંચીને કરવાનું તો આ છે, આત્મભાવના કરવી. શું? –કે ત્રિકાળી જ્ઞાનાનંદ સહજ સ્વભાવી તે હું છું. શ્રીમદ્ રાજચંદ્રમાં પણ આવે છે કે “આત્મ-ભાવના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com