________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨].
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર હશે, પરંતુ તે-રૂપે હું પરિણમનાર નથી તેવો નિર્ણય છે. નિર્ણય કરે છેપર્યાયમાં, પછી અનુભવ થશે પર્યાયમાં, પણ તે પર્યાય એવો નિર્ણય કરે છે કે હું તો ચિન્માત્ર અખંડ જ્યોતિસ્વરૂપ છું, પર્યાયરૂપ નથી. ૧૦૩.
* જેને નિજ આત્મજ્ઞાન વિના પરલક્ષી જ્ઞાનનો વિશેષ ક્ષયોપશમ હોય તેને વિકારરૂપ પરિણમવું જ ભાસે છે. પરસત્તાવલંબી જ્ઞાનના પ્રેમમાં સ્વભાવ પ્રત્યે દ્વેષ છે. ત્રિકાળીનાથનો આદર કર્યા વિના વિકારપણે પરિણમે છે તેને શુભાશુભભાવે પરિણમવું ભાસે છે પણ ચૈતન્યપણે પરિણમવું ભાસતું નથી. ૧૦૪.
* બાળકથી માંડીને વૃદ્ધને સર્વને એટલે કે અજ્ઞાનીને સદા સ્વયં અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં આવે છે. વર્તમાન જ્ઞાનની જે વર્તમાન અવસ્થા છે, અજ્ઞાનીને પણ વિકાસરૂપ જે ભાવેન્દ્રિયની ખંડખંડ જ્ઞાનરૂપ પર્યાય છે તેમાં આત્મા જ અનુભવમાં આવે છે, કેમ કે તે પર્યાયમાં સ્વપરપ્રકાશક તાકાત છે, તેથી તેમાં સ્વય જ જાણવામાં આવે છે. બાળકથી માંડીને વૃદ્ધને સર્વને, જ્ઞાનની વર્તમાન પર્યાયનો સ્વભાવ સ્વપરપ્રકાશક હોવાથી, અજ્ઞાનીને પણ તેની જ્ઞાનની પર્યાયમાં આત્મા જ અનુભવમાં આવે છે. અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સર્વને સદાકાળ સ્વયં અનુભવમાં આવે છે. પર્યાયમાં આત્મા જ ખ્યાલમાં આવે છે. પરમાત્મા ફરમાવે છે કે પ્રભુ! તારા જ્ઞાનની પર્યાયમાં સદાય સ્વયં આત્મા પોતે જ અનભવમાં આવે છે. જ્ઞાનની પ્રગટ દશામાં સર્વને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. ૧૦૫.
* નમ્રપણું-દ્રવ્યલિંગ તો સર્વથા આત્માના નથી પણ જે મોક્ષમાર્ગ છે, જે જિનશાસન છે તે ભાવલિંગદશા કે જે શુદ્ધ પૂર્ણાનંદની પ્રાપ્તિમાં સાધક છે તેને પણ ઉપચારથી આત્માનું સ્વરૂપ કહેવાય છે. એમ કહીને નિમિત્તનું લક્ષ છોડાવ્યું છે, રાગનું લક્ષ છોડાવ્યું છે, અરે ! નિર્વિકલ્પ મોક્ષમાર્ગની પર્યાયનું પણ લક્ષ છોડાવ્યું છે.
૧OS.
* આત્મા જ્ઞાયક ને પર શેય એવો ય-જ્ઞાયક સંબંધ હોવા છતાં શેય તે આત્માનું વ્યાપ્ય નથી. શેય સંબંધીના જ્ઞાનમાં જ્ઞય નિમિત્ત હોવા છતાં શેય આત્માનું વ્યાપ્ય અર્થાત્ કાર્ય નથી. એ રીતે જ્ઞાન તે જ જ્ઞાતાનું કર્મ છે-આમ વિકારાદિ પુદ્ગલપરિણામનો માત્ર જ્ઞાતા જ રહે છે તે જ્ઞાની છે. ૧૦૭.
* મારી પ્રભુતા એવી છે કે હું રાગના સ્વામીપણે કદી પરિણમતો નથી. રાગનું સ્વામીપણું તો રોકાઈ છે-ભીખારાપણું છે. ગણધરદેવ પણ રાગપણે પરિણમે છે પણ રાગના સ્વામીપણે પરિણમતા નથી. તુરત વીતરાગતા આવશે નહીં ત્યાં સુધી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com