________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૧૨૦ ]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
આવી જાય. દેહ છૂટયાં પહેલાં આ પ્રયત્ન કરી લે. ઘર બળે ત્યારે કૂવો ખોદવા ન
બેસાય. માટે મરતાં પહેલાં આત્માનો યત્ન કરી લે. માનવદેહથી જ શિવપદ મળી
શકે છે. દેવ, નાક, પશુગતિમાંથી શિવપદ નહિ મળે, માટે આ અમૂલ્ય અવસર ખોવા જેવો નથી. ૪૯૫.
* જ્ઞાનીને ‘હું તો અખંડ જ્ઞાનાનંદમય એક પરિપૂર્ણ વસ્તુ છું' એમ અભેદ ત્રિકાળી નિજ જ્ઞાયકતત્ત્વમાં જ દૃષ્ટિ પડી છે; પર્યાયમાં ભલે રાગમય ભાવ આવે, તોપણ અંદર શ્રદ્ધાનું જોર ધ્રુવ જ્ઞાયક ૫૨ જ હોય છે; ધ્રુવ ધ્યેય પરથી ષ્ટિ જરા પણ ખસતી નથી, હઠતી નથી. ‘હું તો અભેદ જ્ઞાનાનંદમય છું' –ત્યાં ‘જ્ઞાન ને આનંદવાળો છું' એમ પણ નહિ; એ તો ભેદ થઈ ગયો. ધર્મીની દૃષ્ટિ તો અંદર અતીન્દ્રિય જ્ઞાનાનંદમય અભેદ જ્ઞાયક ઉ૫૨ જ સદા હોય છે. ૪૯૬.
* ભાઈ! તારું કર્તવ્ય તો આ છે. જો તારે હિત કરવું હોય તો, જો તારે રખડવું બંધ કરવું હોય તો છ માસ અભ્યાસ કર અને તું દેખ કે તારા હૃદયસરોવરમાં જેનો પ્રકાશ પુદ્દગલથી ભિન્ન છે એવો આત્મા તને પ્રાપ્ત થાય છે કે નહીં ? જરૂર પ્રાપ્ત થશે. કેમ કે પોતાની અપ્રાપ્તિ કાંઈ શોભે ? પૂર્ણાનંદ ચૈતન્ય વસ્તુને દેખ, છ માસ તેનો અભ્યાસ કર ને જો કે તને એ આત્મા પ્રાપ્ત થાય છે કે નહીં? પ્રાપ્ત થાય જ. જેને જોવા માટે નજ૨ની નજર છોડીને નિધાનને જોવા છ માસ અભ્યાસ કર્યો તો તેની પ્રાપ્તિ થશે જ, કેમ કે ન પ્રાપ્ત થાય એ એની શોભા નથી, પ્રાપ્ત થાય એ જ એની શોભા છે. ૪૯૭.
* ભગવાન સૂત્રકર્તા આચાર્યદેવ કહે છે કે અનેક પ્રકારના શુભ વિકલ્પો કરવાથી કાર્યસિદ્ધિ તો કાંઈ થતી નથી. કાર્યસિદ્ધિ તો અનંત અનંત આનંદના સાગર આત્મા તરફ જવાથી જ થાય છે. ત્યાં કેમ જતો નથી? અનેક પ્રકારના શુભ વિકલ્પોની ક્રિયામાં આગળ વધતો જાય છે તેમ સ્વાનુભવની કાર્યસિદ્ધિ કરવામાં ભ્રષ્ટ થાય છે. પહેલાં આત્માનો નિર્ણય કરીને સ્વાનુભવનો પ્રયત્ન કરવો જોઈએ, એ ન કરતાં શુભ વિકલ્પમાં ને વિકલ્પમાં આગળ વધતો જાય છે તે સ્વાનુભવથી ભ્રષ્ટ થાય છે. અશુભમાં જવાની તો વાત છે જ નહિ. શ્રીમદ્દ પણ કહે છે કે એકલું વાંચન કર્યા કરવાથી મનન શક્તિ ઘટે છે. તેમ એકલા શુભ વિકલ્પો ને ક્રિયાકાંડમાં વધતો જાય છે તેમ સ્વાનુભવથી ભ્રષ્ટ થતો જાય છે. સર્વ શાસ્ત્ર જાણવાનો સાર તો આત્માનો અનુભવ કરવો તે છે. બાર અંગમાં પણ આત્માનુભૂતિ કરવાનું કહ્યું છે.
૪૯૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com