________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૧૨૧ * સમ્યગ્દર્શનમાં અનંત પુરુષાર્થ છે. પાંચ સમવાય સાથે હોય છે. ક્રમબદ્ધના નિર્ણયમાં પણ અનંત પુરુષાર્થ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ એવા નિર્ણયમાં પણ અનંત પુરુષાર્થ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ એ વાત બહુ ઝીણી આવી ગઈ છે. ૪૯૯.
* વ્રત, નિયમ અને તપના-શુભ રાગના-અભ્યાસથી આત્મા જાણવામાં આવતો નથી. હું તો માત્ર દ્રષ્ટા-જ્ઞાતા છું—એવો વારંવાર અભ્યાસ કરવાથી, જ્ઞાયક તરફનો ઝુકાવ કરવાથી, અંતરમાં જ્ઞાતાપણું પ્રગટ થતાં આત્મા જાણવામાં આવે છે અને પર ને રાગનું કર્તાપણું છૂટે છે. સમ્યગ્દર્શન કરવાની આ વિધિ છે. હું કેવળ જાણનાર-દેખનાર છું-એવો અંતર્મુખ અભ્યાસ વારંવાર કરવાથી પર્યાયમાં જ્ઞાતાપણું પ્રગટ થાય છે, અને ત્યારે પરનું કર્તાપણું છૂટે છે; રાગનો વિકલ્પ છે તેનું પણ કર્તાપણું ત્યારે છૂટે છે. અજ્ઞાની પોતાના જ્ઞાતાસ્વભાવનો અજાણ છે. તે શરીર આદિ પરની ક્રિયા તો કરી શકતો નથી, પરંતુ તે જ્ઞાતાપણાના અભ્યાસથી રહિત છે તેથી વ્રત, તપ, પૂજા, ભક્તિ આદિ બહારની ક્રિયાઓનો તથા પુણ્ય-પાપના વિકારી ભાવ જે પોતાનો સ્વભાવ નથી તેનો, તે કર્તા થાય છે. એકલા શાસ્ત્રજ્ઞાનના અભ્યાસથી જ્ઞાતાપણું પ્રગટ થતું નથી, અને વ્રત, નિયમ, ભક્તિ ને પૂજાના ઢગલા કરે તો ય તેને આત્માનું જ્ઞાતાદ્રષ્ટાપણું પ્રગટ થતું નથી. અહા ! આવી વાત છે પ્રભુ! પOO.
* શ્રોતા- આત્મા માત્ર જાણનાર જ છે તો આમાં કાંઈ કરવાનું જ નહિ?
પૂજ્ય ગુરુદેવ - અરે ભાઈ ! આમાં તો પાર વિનાનું કરવાનું છે. દેહ આદિ પદ્રવ્યો તરફ જે લક્ષ જાય છે તે લક્ષને જાણનાર એવા આત્માને જાણવામાં વાળવાનું છે. આત્માને જાણવામાં તો અનંત પુરુષાર્થ આવે છે. ૫૦૧.
* અંદર ચૈતન્ય જ્ઞાયકદેવનો અભિપ્રાયમાં આશ્રય જેને થયો છે એવા જ્ઞાનીને અથવા તો સ્વભાવનો આશ્રય જેને પ્રાપ્ત કરવો છે એવા સાચા આત્માર્થીને સ્વભાવ સમજવામાં નિમિત્ત એવા વીતરાગ દેવ-શાસ્ત્ર-ગુરુના મહિમાનો શુભરાગ આવે; પૂજા-ભક્તિ તથા વ્રતાદિ વ્યવહારનયનો વિષય છે તો ખરો, નથી જ એમ નથી, પણ તે ભાવ રાગ છે, સંસાર છે, તેનો આશ્રય કરવા લાયક નથી, તે ઉપાદેય નથી, હિતકર નથી, હય છે. અરેરે! ક્યારે આ તત્ત્વ સાંભળવા મળે ? મનુષ્યભવ તો ચાલ્યો જાય છે, આયુષ્ય કયારે પૂરું થઈ જશે તેની કોને ખબર છે? પ૦૨.
* પાણી અગ્નિને અડયું છે ને? –ના; તો પાણી અગ્નિના સંગમાં ઉષ્ણ તો થયું છે ને? પાણી ઉષ્ણ થયું છે તે પોતાની પર્યાયની યોગ્યતાથી પોતાથી જ ઉષ્ણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com