________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[ ૧૧૯ કરાવવા તે જ સત્ય છે ને પર્યાય હોવા છતાં તેની દૃષ્ટિ છોડાવવા તેને ગૌણ કરીને નથી તેમ કહ્યું છે. એમ કેમ કહ્યું? -કે વ્યવહારનો પક્ષ તો અજ્ઞાનીઓને અનાદિથી છે તથા પરસ્પર વ્યવહારનો ઉપદેશ પણ કરે છે અને જિનવાણીમાં પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારનો ઉપદેશ બહુ કર્યો છે, પણ એ ત્રણેનું ફળ તો સંસાર છે. જૈન શાસ્ત્રોમાં વ્યવહારનો ઉપદેશ આવ્યો તેનો આશ્રય લઈને વ્યવહાર સ્થાપેવ્યવહા૨નો પક્ષ કરે પણ તેનું ફળ સંસાર છે. ૪૯૧.
* શુદ્ધનય એક ભૂતાર્થ છે, ભૂત અર્થાત્ છે... છે... છે, શુદ્ઘનય અથવા તો શુદ્ધનયનો વિષય એક જ ભૃતાર્થ છે, સત્યાર્થ છે. ત્રિકાળી ૫૨માનંદની મૂર્તિ પારિણામિકભાવલક્ષણ નિજપ૨માત્મદ્રવ્ય તે જ શુદ્ઘનય છે, તે જ ભૂતાર્થ છે. જેમાં પર્યાયનો પણ અભાવ છે એવી ચીજને શુદ્ઘનય પ્રગટ કરે છે. વ્યવહાર અસને એટલે કે ત્રિકાળીમાં નથી તેને બતાવે છે માટે અભૂતાર્થ છે અને શુદ્ઘનય પ૨મ વિધમાન સત્ ત્રિકાળીને બતાવે છે માટે ભૃતાર્થ છે. જે સકલ નિરાવરણ પ્રત્યક્ષપ્રતિભાસમય વસ્તુ છે તેને શુદ્ઘનય પ્રગટ કરે છે માટે તે ભૂતાર્થ છે. વ્યવહારનય છે તે પર્યાયને બતાવે છે, પર્યાય છે ખરી, નથી એમ નથી, પણ તે નાશવાન હોવાથી, ત્રિકાળીમાં ન હોવાથી તેને ગૌણ કરીને વ્યવહાર કહીને અસત્ય કહી છે. ૪૯૨.
* રાગનો અને સંયોગનો નિષેધ થાય છે તે શ્રદ્ધા-જ્ઞાનનો પર્યાય છે કે નહિ? અને કલાક-બે કલાક-ચાર કલાક આની આ વાત જ ઘૂંટાય છે, રગડાય છે, વાંચનમાં, શ્રવણમાં, વિચારમાં, મનનમાં આ ને આ વાત આવ્યા કરે, ચોવીશે ક્લાક આ દેહના કામ તે મારા નહિ, રાગના કામ તે મારા નહિ એમ ઘૂંટાયા કરે છે, એ શ્રદ્ધા-જ્ઞાનમાં કાંઈ આંતરો જ નથી પડયો ? એ શું ક્રિયા નથી ? પણ લોકોને એનું કાંઈ માહાત્મ્ય આવતું નથી પરંતુ આ શ્રદ્ધા-જ્ઞાનનું કાર્ય સમ્યક્ થતું જાય છે તે ક્રમે કરીને ફડાક વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ થઈ જશે. ૪૯૩.
* સંસારમાં સ્ત્રી-પુત્ર-ધંધા આદિનું લક્ષ કરતાં તો પાપ જ થશે અને દેવશાસ્ત્ર-ગુરુનું લક્ષ કરવાથી પુણ્ય થશે. એ તો ઠીક પણ એકરૂપ દ્રવ્યસામાન્ય ધ્રુવ છે તેમાં ગુણભેદનું લક્ષ કરવા જઈશ તોપણ તેના લક્ષે વિકલ્પ થશે, રાગ થશે. પ્રભુ એ રાગનું તને દુઃખ થશે અને ધ્રુવવસ્તુ સામાન્ય એકરૂપ ચૈતન્યસ્વભાવ છે તેનું લક્ષ કરતાં ભેદનું લક્ષ છૂટી જશે ને તને અતીન્દ્રિય આનંદ અનુભવાશે. આહાહા ! ધ્રુવસ્વભાવના માહાત્મ્યનું શું કહેવું! સંતોએ ગજબ કામ કર્યાં છે. ૪૯૪.
* હે ભવ્યો ! તમે એવું કામ કરો કે જેથી આત્મા પોતાની જ્ઞાનભૂમિકામાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com