________________
Version 001: remember fo check htîp://www.A+maDharma.com for updates
ઉપોદ્ઘાત
જૈનજગતના અધ્યાત્મગગનમાં તત્ત્વજ્ઞાનની પ્રરૂપણાનો સૂર્ય અસ્ત થયેલો હતો, ક્રિયાકાંડરૂપી અંધકારનું સામ્રાજ્ય છવાયેલું હતું ત્યારે, ભવ્યજીવોના મહાભાગ્યના પ્રબલ યોગવશ, આ ભરતક્ષેત્રમાં એક કહાનસૂર્યનો ઉઘોત થયો.. પૂજ્ય બહેનશ્રી કહેતાં કે “સત્ પુરુષની એક ક્ષણની સંગતિ ભવનો અભાવ કરનારી છે.” –એવા એક સત્ પુરુષે ભવોદધિતારણહારના રૂપમાં અહીં જન્મ ધારણ કરીને, જેમના પ્રતાપે અહીં ચોથો આરો પ્રવર્તતો હોય તેમ, ૪૫-૪૫ વર્ષો સુધી સ્વાનુભૂતિમૂલક દ્રવ્યદષ્ટિપ્રધાન નિશ્ચયમોક્ષમાર્ગની દિવ્યદેશનાની દેશ-વિદેશમાં વર્ષા વરસાવીને. વર્તમાન લાખો ભવ્યજીવોની જેમણે અધ્યાત્મતૃષા છીપાવી તથા આગામી પેઢી દર પેઢીને નિશ્ચયમોક્ષમાર્ગ સદાય દષ્ટિગોચર બની રહે એવો અધ્યાત્મવારસો જેઓ મૂકી ગયા એવા કૃપાસિંધુ પૂજ્ય ગુરુદેવશ્રીની છત્રછાયામાં નિવૃત્તિપૂર્વક સ્થાયી રહીને, તેઓશ્રીના ઉપદેશ-ઉદધિમાંથી અધ્યાત્મરત્નો વીણી લેવાનું જે ૫૨મ સૌભાગ્ય તેઓશ્રીના કૃપાભીના ઉપકારતળે પ્રાપ્ત થયું હતું તેમાંથી, સ્વાનુભૂતિ માટે વિશેષ પુરુષાર્થ કરી રહેલાં મુમુક્ષુઓને તેઓના દ્રવ્યદષ્ટિપ્રધાન ઘોલન-મનન-ચિંતનમાં વિશેષ ઉપયોગી થાય તેવા દ્રવ્યદૃષ્ટિપ્રેરક અધ્યાત્મરત્નોના સંકલનરૂપે આ “દ્રવ્યદષ્ટિ જિનેશ્વર ” પુસ્તક તૈયાર કરતાં તેઓશ્રીના ઉપકાર પ્રતિ અહોભાવ વ્યક્ત કરવાનો યોગ બન્યો તેની પ્રસન્નતા અનુભવીએ છીએ.
પુરુષાર્થપ્રેરણામૂર્તિ પૂજ્ય ગુરુદેવશ્રીએ સાક્ષાત સીમંધરસ્વામીની દિવ્યધ્વનિનું વર્ષો સુધી પ્રત્યક્ષ શ્રવણ કરીને તેમ જ સીમંધરસ્વામીના સમવસરણમાં પધારેલાં શ્રીમદ્દ ભગવત્ કુંદકુંદાચાર્યદેવના પ્રત્યક્ષ દર્શન કરીને અહીં ભારતમાં પધારીને ૪૫-૪૫ વર્ષો સુધી અધ્યાત્મની જે ગંગા વહેવડાવી તેમાં, ક્રિયાકાંડ અને વ્યવહારમાં ધર્મની માન્યતાનો નિષેધ કરીને પ્રધાનપણે તો, પ્રમાણના લોભમાં ભોળા જીવો નિશ્ચયનો પક્ષ અંગીકાર કરી શક્તા નથી તે વાત બરાબર પારખી લઈને, નિશ્ચયાભાસના ભયની પ્રમાણના લોભે વ્યવહારને જ વળગી રહેવાના અનાદિના સહજ અભ્યાસને ભવ્ય જીવો ત્વરાએ ખંડિત કરી શકે તે માટે, નિશ્ચયના ઉપદેશનો જ ધોધ વહેવડાવ્યો છે. કોઈ કહેતું કે સભા જોઈને તો ઉપદેશ આપો. તો કહેતાં કે અમે તો આત્મા જોઈને ઉપદેશ આપીએ છીએ. તેનો અર્થ કે તેઓશ્રીની દૃષ્ટિમાં એ જ આત્માઓ હતા કે જેઓ તેઓશ્રી દ્વારા પ્રરૂપિત દ્રવ્યદષ્ટિનો નિશ્ચયમોક્ષમાર્ગ અત્યંત પ્રસન્નતાથી ગ્રહણ કરી લેતાં હતાં.
તેઓશ્રીના પરમ ભક્ત પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબહેન વારંવાર કહેતાં કે પૂજ્ય ગુરુદેવને શ્રુતની લબ્ધિ છે. શાસ્ત્રના ગહન ભાવો ખોલવાની ગજબ શક્તિ છે. વગેરે વિગેરે... તે વાત પ્રત્યક્ષ પરિચય પામનાર સર્વે સદ્ભાગી મુમુક્ષુઓને અનુભવગમ્ય પણ છે કે શાસ્ત્રના શબ્દોમાં ન જણાતાં હોય છતાં, આચાર્યદેવના હાર્દમાં ભાવ ભર્યાં હોય તે
ગહન ભાવોને ચાર ચોપડી ભણેલો પણ સમજી જાય તેવી અત્યંત સરળ ભાષા દ્વારા, ભાષા અને ભાવના સમન્વયપૂર્વકની તેઓશ્રીની દેશનાનો ધોધ વહેતો રહેતો હતો. જેમ શ્રીમદ્દ ભગવત કુંદકુંદાચાર્યદેવે શ્રી સમયસાર શાસ્ત્રની રચના શરૂ કરતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com