________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૪] .
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * શ્રોતા- જ્ઞાનીને શરીર જેમ ભિન્ન દેખાય છે તેમ રાગાદિ ભિન્ન દેખાય
છે ?
પૂજ્ય ગુરુદેવ - જ્ઞાનીને શરીરની જેમ જ રાગાદિ ભિન્ન દેખાય છે, અત્યંત ભિન્ન દેખાય છે. ર૩૦.
* જેમ દર્પણની સ્વચ્છતા દર્પણને બતાવે છે અને અગ્નિની જ્વાળા આદિને પણ દર્શાવે છે. તોપણ દર્પણમાં દેખાતો સ્વ-પરના આકારનો પ્રતિભાસ-પ્રતિબિંબ તે દર્પણની સ્વચ્છતાની જ અવસ્થા છે. તે કાંઈ અગ્નિની અવસ્થા નથી, પ્રતિબિંબિત વસ્તુની અવસ્થા નથી. વળી જેવા પદાર્થો દર્પણની સામે હોય તેવું પ્રતિબિંબ દેખાડવું તે દર્પણની સ્વચ્છતાનો સ્વભાવ હોવાથી પ્રતિબિંબિત પદાર્થના લીધે પ્રતિબિંબ પડતું નથી પણ દર્પણની સ્વચ્છતાને લીધે જ પ્રતિબિંબ પડે છે. તેવી રીતે જ્ઞાતૃતા તે આત્માની જ છે અર્થાત્ સ્વ-પરને જાણનાર જ્ઞાનસ્વરૂપ આત્મા છે અને ભાવકર્મ દ્રવ્યકર્મ ને નોકર્મ પુદ્ગલના પરિણામ છે. જ્ઞાનસ્વરૂપી જ્ઞાયકને જ્ઞાનની પર્યાયમાં જ્ઞય બનાવીને તેનું જ્ઞાન કરવું તથા પરણેયોને જ્ઞાનની પર્યાયમાં જ્ઞય બનાવીને તે સંબંધીનું જ્ઞાન થયું તે જ્ઞાનનો સ્વત:સિદ્ધ સ્વભાવ જ છે. પરદ્રવ્યો છે માટે તેનું જ્ઞાન થયું એવો પરતંત્ર સ્વભાવ જ નથી. ૨૩૧.
* પરભાવ હોવા છતાં એટલે કે દયા, દાન, પૂજા, ભક્તિ, તથા કામ, ક્રોધાદિ પરભાવો હોવા છતાં જે પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી સહજ ગુણમણિની ખાણરૂપ શુદ્ધ આત્માને એકને જ ભજે છે તે મુક્તિસુંદરીનો વલ્લભ થાય છે. હવે મુક્તિસુંદરી તેનાથી દૂર નહિ રહી શકે. પર્યાયમાં વિકારભાવો તો છે, એ પરભાવો હોવા છતાં તેની દષ્ટિ છોડીને, સ્વામિત્વ છોડીને સહજ ગુણમણિની ખાણરૂપ શુદ્ધ આત્માને ભજે છે તે શુદ્ધ દષ્ટિવાળો છે. ૨૩ર.
* અહો ! આ આત્મતત્ત્વ તો ગહન છે. એને આંખો મીંચીને, બહારના પાંચે ઇન્દ્રિયનો વેપાર બંધ કરીને, મનના સંબંધથી વિચાર કરે કે અહો ! આ આત્મવસ્તુ અચિંત્ય છે, જ્ઞાયક જ્ઞાયક.. જ્ઞાયક જ છે-એવો વિકલ્પથી નિર્ણય કરે છે તે હજુ પરોક્ષ નિર્ણય છે. પરોક્ષ એટલે પ્રત્યક્ષ સ્વાનુભવ નથી થયો માટે તેને પરોક્ષ કહ્યો. મનની બહારનો બોજો ઘણો ઘટાડી નાખે ત્યારે મનથી અંદરના વિચારમાં રોકાય અને ત્યાંથી પણ પછી ખસીને અંદર સ્વભાવના મહિનામાં રોકાય અને આનંદનો અનુભવ થાય તેને સમ્યગ્દર્શન કહે છે. આવું વસ્તુનું સ્વરૂપ છે ને તેને પામવાનો આ ઉપાય છે. આમાં કાંઈ મૂંઝાવા જેવું નથી. સ્વભાવનો આશ્રય તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com